Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24-25 જૂને મીની વાવાઝોડાની આગાહી:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ભારે પવન સાથે વરસાદ પડશે, ગુજરાતમાં 5 દિવસ ચોમાસું બેસવાના કોઈ એંધાણ નહીં

    1 day ago

    ગુજરાતમાં સતત ચોથા દિવસે પ્રે-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 9 તાલુકામાં મેધમહેર જોવા મળી છે, જેમાં સૌથી વધુ અમરેલીમાં 1.61 ઇંચ, જ્યારે સૌથી ઓછો થરાદમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ તાપમાનમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. રાજ્યમાં 40°C સાથે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યાં. આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં 5 મિમી, સુરતના અંબિકામાં 3 મિમી અને નવસારીમાં 1 મિમી વરસાદ પડ્યો છે. નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરના ઇટાળવા, જમાલપોર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રી-મોન્સુન સક્રિય છે. હવામાન વિભાગે આજે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસું જે રાજ્યોને આવરી ચૂક્યું છે, ત્યાં ભારે વરસાદ ચાલુ છે. સિક્કિમના 6 જિલ્લાઓ અને હિમાલયની તળેટીમાં આવેલા બંગાળના 5 જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા MP-રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે, જેના ભાગરૂપે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. તાલુકાના જાબાળ, દેતડ અને દોલતી સહિતના ગામોમાં અચાનક વરસાદી હેલી શરૂ થતાં સમગ્ર પંથકના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોમાં હર્ષ અને આશાની લાગણી જોવા મળી છે. જોકે, જિલ્લામાં હજુ સુધી કોઈ જગ્યાએ સારો અને ભરપૂર વરસાદ નોંધાયો ન હોવાથી જગતનો તાત ચિંતાતુર પણ છે. હાલ માત્ર હળવા ઝાપટાં પડ્યા હોવાથી ધરતીપુત્રો હવે વહેલી તકે વાવણીલાયક ધોધમાર વરસાદ વરસે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જેથી ખેતીની પ્રક્રિયાને વેગ આપી શકાય. 7 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રીજનમાં વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે જે ટ્રફના સ્વરૂપે સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ પર આવેલું છે. આ સાથે જ ઉત્તર ગુજરાતથી એક ટ્રફ લાઇન 5.8 km ઉપર સુધી વિસ્તરીને પશ્ચિમ અરબી સમુદ્ર તરફ ગઈ છે. આ સિસ્ટમના પ્રભાવને લીધે આગામી સાત દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજનના છૂટાછવાયા સ્થળો પર હળવો કે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, જ્યારે ગુજરાત રીજનમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત આણંદ, છોટાઉદેપુર અને અમદાવાદ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ, તાપમાન યથાવત્ આગામી દિવસોમાં વરસાદની સાથે વાવાઝોડાની સ્થિતિ પણ જોવા મળી શકે છે. પ્રથમ દિવસે કેટલાક સ્થળોએ 40થી 50ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તેમજ દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. તાપમાનની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ વિશેષ ફેરફાર થયો નથી અને આગામી સાત દિવસમાં પણ કોઈ મોટા બદલાવની શક્યતા નથી. અગાઉ અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વરસાદના આંકડા જોઈએ તો, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધુ 41 mm વરસાદ અને અમદાવાદ જિલ્લામાં 2 mm વરસાદ નોંધાયો હતો. 24 અને 25 જૂન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રેશર ગ્રેડિયન્ટને કારણે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની આશંકા છે. ચોથા અને પાંચમા (24 અને 25 જૂન) દિવસે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે, જેની ગતિ 45થી 55 km પ્રતિ કલાકની અને પવનના ઝાપટાંની ઝડપ 65 km/h સુધી પહોંચી શકે તેમ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. ચાર-પાંચ દિવસ સુધી રાજ્યમાં ચોમાસાના કોઈ એંધાણ નહીં 23 જૂનની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, તેલંગાણા, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં આગળ વધશે. જો કે, ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસમાં ચોમાસું આગળ વધવાના કોઈ સંકેતો નથી. નવી પરિસ્થિતિ સર્જાશે તે મુજબ આગળની અપડેટ જાહેર કરવામાં આવશે. આગામી 7 દિવસની હવામાનની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આવતીકાલથી (22 જૂન) વરસાદનું જોર માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પૂરતું સીમિત રહેશે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં થયેલો ફેરફાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મિશ્ર ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. રાજ્યમાં ગરમીનો સૌથી મોટો વધારો ગાંધીનગરમાં 1.2°Cનો નોંધાયો છે, જ્યાં પારો 38.6°Cથી વધીને 39.8°C પર પહોંચ્યો છે. આ જ રીતે વડોદરામાં તાપમાન 1.1°C વધીને 37.6°C, દીવમાં 0.9°C વધીને 34.6°C, રાજકોટમાં 0.5°C વધીને 40.0°C, કંડલામાં 0.5°C વધીને 39.0°C, ભુજમાં 0.3°C વધીને 37.0°C તેમજ સુરત અને અમદાવાદ બંનેમાં 0.2°Cના વધારા સાથે અનુક્રમે 35.6°C અને 40.2°C તાપમાન નોંધાયું છે. આ વધારા સાથે 20 જૂને અમદાવાદ અને રાજકોટ બંને સંયુક્ત રીતે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા છે. બીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીના પારામાં ઘટાડો પણ નોંધાયો છે. સૌથી મોટો ઘટાડો ભાવનગરમાં 1.6°Cનો થયો છે, જ્યાં પારો 38°Cથી ગગડીને 36.4°C પર આવી ગયો છે. આ જ પ્રમાણે દમણમાં 1.2°Cના ઘટાડા સાથે 36.2°C, અમરેલીમાં 0.6°Cના ઘટાડા સાથે 37.3°C અને ડીસામાં 0.5°Cના ઘટાડા સાથે 38.3°C તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 0.3°C ઘટીને 40.0°C, પોરબંદરમાં 0.2°C ઘટીને 34.5°C તેમજ દ્વારકા અને વેરાવળ બંનેમાં 0.1°Cના સામાન્ય ઘટાડા સાથે અનુક્રમે 34.7°C અને 33.4°C તાપમાન રહ્યું છે, જેમાં વેરાવળ સમગ્ર રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું કેન્દ્ર બન્યું છે. આ સિવાય કંડલા એરપોર્ટ 39.0°C અને નલિયા 35.0°C પર સ્થિર રહીને પોતાના અગાઉના દિવસના તાપમાનને જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આ પણ વાંચો… ચોમાસું 13 દિવસથી તેલંગાણાના ભદ્રાચલમમાં અટક્યું; 8 રાજ્યોમાં તાપમાન 40°C થી ઉપર યુપી-છત્તીસગઢ બોર્ડર પર અટકેલું ચોમાસું 23 જૂને આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસાને આગળ વધારતી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ચોમાસું 15 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ગયું છે, પરંતુ 8 જૂનથી તેલંગાણાના ભદ્રાચલમમાં અટકેલું છે. જ્યારે, યુપી-બિહાર બોર્ડર સુધી પહોંચ્યા પછી ચોમાસું 9 દિવસથી મહારાજગંજ પાસે અટકેલું છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રી-મોન્સુન સક્રિય છે. હવામાન વિભાગે આજે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસું જે રાજ્યોને આવરી ચૂક્યું છે, ત્યાં ભારે વરસાદ ચાલુ છે. સિક્કિમના 6 જિલ્લાઓ અને હિમાલયની તળેટીમાં આવેલા બંગાળના 5 જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદ થઈ શકે છે. અહીં 8 રાજ્યોમાં તાપમાન 40°C થી વધુ છે. ઉત્તર પ્રદેશનું બાંદા ફરી એકવાર દેશમાં સૌથી ગરમ રહ્યું. અહીં શનિવારે પારો 44.2°C નોંધાયો હતો. રાજધાની દિલ્હીમાં પણ તાપમાન 40°C નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં હિજાબ સાથે પ્રવેશ અપાતા વાલીઓનો હોબાળો:ડોક્યુમેન્ટ માટે વિદ્યાર્થીઓને દોડાવ્યા તો 2 મિનિટ મોડા પડનારને 'નો એન્ટ્રી', પેપર હાર્ડ લાગ્યું; Re-NEET પૂર્ણ
    Next Article
    24-25 જૂને ભારે વરસાદની આગાહી:Re-NEETની પરીક્ષામાં હિજાબ મુદ્દે હોબાળો, હડકવાથી સિંહના મોતની આશંકા, સગીર કારચાલકે વૃદ્ધને મોપેડ સાથે ઉલાળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment