Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 24 કલાકમાં 207 મીમી વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, 47 રસ્તા બંધ થયા

    2 days ago

    દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ મેઘરાજાએ જોરદાર શરૂઆત કરી છે. વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારે ભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડ શહેરમાં સૌથી વધુ 207 મીમી (આશરે 8 ઇંચ) વરસાદ પડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં પાણી ભરાયા અને જનજીવન પ્રભાવિત થયું. વલસાડ શહેરમાં સવારથી શરૂ થયેલા સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મોગરાવાડી અને છીપવાડ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર માટે તેમને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. છીપવાડ દાણા બજાર અને તિથલ રોડ જેવા મુખ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં નોકરિયાતો અને GIDC કંપનીઓમાં જતા શ્રમિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દાણા બજારમાં પાણી ભરાવાને કારણે કેટલીક બાઇકો અને મોપેડ બંધ પડી ગયા હતા. જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા હતા. નદીઓ પરના કોઝવે અને નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળતાં જિલ્લાના કુલ 47 જેટલા ગ્રામ્ય અને મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. શુક્રવારની રાત્રિ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હતું. શનિવારે સવાર સુધીમાં 40 રસ્તાઓ પરથી પૂરના પાણી ઓસરી જતાં તંત્ર દ્વારા આ માર્ગો વાહન વ્યવહાર માટે પુનઃ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જોકે, બાકીના 7 રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી તેમને બંધ રખાયા છે. શનિવારે સવારે 6 વાગ્યા સુધી પૂરા થતા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે: વલસાડ: 207 મીમી, કપરાડા: 110 મીમી, નાનાપોંઢા: 108 મીમી, ધરમપુર: 101 મીમી, પારડી: 94 મીમી, વાપી: 79 મીમી, ઉમરગામ: 45 મીમી. લાંબા સમયની ગરમી બાદ વરસાદ પડતાં સ્થાનિકોને રાહત મળી હતી. વલસાડ જિલ્લામાં વાવણીલાયક અને સાર્વત્રિક સારો વરસાદ થતાં ખેડૂતોએ ડાંગર સહિતના ચોમાસુ પાકો માટે ખેતરોમાં વાવણી અને રોપણીના કામો શરૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પચપદરા રિફાઇનરીના ઉદ્ઘાટન પહેલા વાવાઝોડું-વરસાદ, હોર્ડિંગ્સ પડ્યા:વડાપ્રધાન મોદી આજે રાજસ્થાનને બે મોટી ભેટ આપશે; જાહેર સભા માટે એક ડોમ બનાવાયો
    Next Article
    લાલપુરની ધ્રુવીબેન વાઘેલાની SAG ટેબલ ટેનિસમાં પસંદગી:નડિયાદ ખાતેની સ્પર્ધા માટે ગુજરાત ટીમના ભાગ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment