Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારે મરીને કુદરતને જવાબ આપવાનો છે':સુરત લોક અદાલતમાં 24 લાખની ઉઘરાણી ભૂલી ફરિયાદીએ કેન્સર પીડિત મિત્રને માફ કર્યો

    6 hours ago

    સુરતમાં યોજાયેલી લોક અદાલતમાં સમાધાનના અનેક કિસ્સાઓ વચ્ચે એક એવી ઘટના બની જેણે સૌની આંખો ભીની કરી દીધી. અહીં એક ફરિયાદીએ પોતાના કેન્સરગ્રસ્ત મિત્ર સામે ચાલી રહેલો ચેક બાઉન્સનો કેસ પરત ખેંચી લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફરિયાદીએ ન્યાયાધીશ સમક્ષ ભાવુક થઈને કહ્યું હતું કે, "સાહેબ, મારે મરીને ઉપર ઈશ્વરને પણ જવાબ આપવાનો છે અને કુદરતનો સામનો કરવાનો છે, તેથી હું આ કેસ પાછો ખેંચું છું." આ નિર્ણયથી કોર્ટ પરિસરમાં ઉપસ્થિત સૌ કોઈ અચંબિત અને ગદગદ થઈ ગયા હતા. મિત્રતામાં આપ્યા હતા 24 લાખ, ચેક રિટર્ન થતા કોર્ટના દરવાજા ખખડાવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અને રેતી-કપચીનો વેપાર કરતા રમેશભાઈ ધંધાકીય સંબંધોને કારણે રાકેશ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. સમય જતાં આ પરિચય ગાઢ મિત્રતામાં બદલાયો હતો. જ્યારે રિદ્ધિશને નાણાંકીય જરૂર પડી, ત્યારે રાકેશભાઈએ મિત્રતાના દાવે કોઈપણ જાતની પૂછપરછ કર્યા વિના 24 લાખ રૂપિયા આપી દીધા હતા. જોકે, ત્યારબાદ આપેલા વચન મુજબ રૂપિયા પરત ન મળતા અને રમેશે આપેલો ચેક બેંકમાં બાઉન્સ થતાં રાકેશભાઈએ કાયદાકીય માર્ગ અપનાવ્યો હતો. કેસ દાખલ થયા પછી આરોપી રાકેશે કોર્ટમાં આવવાનું બંધ કરી દીધું હતું અને બીમારીનું બહાનું આગળ ધરતો હતો. હોસ્પિટલની મુલાકાતે હૃદય પરિવર્તન કર્યું, વકીલની સલાહથી કેસ પરત ખેંચ્યો કેસ જ્યારે અંતિમ તબક્કામાં હતો અને કોર્ટ એકતરફી હુકમ કરવાની તૈયારીમાં હતી, ત્યારે રાકેશભાઈ રૂબરૂ તપાસ કરવા આરોપીના ઘરે પહોંચ્યા હતા. ત્યાંથી જાણવા મળ્યું કે તે હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલ જઈને રાકેશભાઈએ જોયું તો રમેશને નળી વાટે પ્રવાહી આપવામાં આવી રહ્યું હતું અને ડોક્ટરે જણાવ્યું કે તેને કેન્સર છે. આ દ્રશ્ય જોઈને રાકેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે પોતાના વકીલ સાથે ચર્ચા કરી, જ્યાં વકીલે પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસરવા સલાહ આપી. આખરે રાકેશભાઈએ કોર્ટમાં 24 લાખ રૂપિયા જતા કરી કેસ પરત ખેંચી લીધો અને માત્ર મિત્ર ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં કલેક્ટરે 30 ઉપવાસ કરનાર વૃષ્ટિબેનના ખબર અંતર પૂછ્યા:મહાવીર જન્મ કલ્યાણકના દિવસે પરિવાર સાથે જૈન ઉપાશ્રય ખાતે હાજર રહ્યા
    Next Article
    રાજકોટમાં આઇવે પ્રોજેક્ટના CCTV કેમેરાની 30 બેટરીની ચોરી:આઉટડોર યુનિટના લોક તોડી ચોરી કરતા શખ્સની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 10 બેટરી કબ્જે કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment