Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 1.73 ઇંચ:ગીર સોમનાથમાં સવારથી વરસાદ; આજે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં જળાભિષેક થઈ શકે

    21 hours ago

    રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.73 ઇંચ વરસ્યો છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક રીતે સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગના નીતિવિષયક વિશ્લેષણ અને સેટેલાઇટ ઈમેજ મુજબ, હાલ રાજ્યમાં એકસાથે ચાર શક્તિશાળી વેધર સિસ્ટમ ‘લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ’ સક્રિય છે. આ ચાર સિસ્ટમના પ્રભાવના કારણે આગામી દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાશે અને છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે, આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ અને તેજ પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ખાસ સંભાવના દર્શાવી છે. ગીર સોમનાથમાં સવારથી વરસાદ વેરાવળ-સોમનાથમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી બાદ વરસાદની રાહ જોતા ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે શહેરની અનેક શેરીઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને નોંધપાત્ર ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોડીરાત્રે પાટણામાં 1 ઇંચ સુધીનો વરસાદ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શરૂઆતના વરસાદ બાદ છેલ્લા બે સપ્તાહથી વરસાદ ખેંચાતા અસહ્ય ઉકળાટનો માહોલ સર્જાયો હતો. લાંબા વિરામ બાદ ગત મોડીરાત્રે એકાએક વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને સૂકાઈ રહેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે. પાટણ રાત્રે 2થી 6 વાગ્યા સુધીમાં 17 મિમી, સરસ્વતી તાલુકામાં રાત્રે 2થી 4 વાગ્યામાં 25 મિમી, હારીજમાં 2 મિમી, સમીમાં 4 મિમી, ચાણસ્મામાં 1 મિમી વરસાદ વરસયો છે. સિઝનના વરસાદમાં હજુ 28 ટકાની મોટી ઘટ વરસાદના સત્તાવાર આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો ચાલુ સિઝનમાં હજુ પણ ચિંતાજનક ચિત્ર સામે આવી રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 162.8 મિમી (6.42 ઇંચ) વરસાદ જ નોંધાયો છે. હવામાન વિભાગના લાંબાગાળાના રેકોર્ડ મુજબ, સામાન્ય પરિસ્થિતિમાં આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 226.1 મિમી વરસાદ વરસી જવો જોઈતો હતો. આ ગણતરીએ જોતાં ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ કરતાં અંદાજે 28 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, જેથી ખેડૂતો અને વહીવટી તંત્ર આગામી દિવસોમાં સારો વરસાદ વરસે તેની આશા રાખી રહ્યા છે. રાજકોટમાં ધીમીધાર, ખેડાના હાઈ-વે પર વિઝિબ્લિટી ઘટી અને અરવલ્લીમાં પાકને મળ્યું નવજીવન 15 જુલાઈના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર જોવા મળી છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જેના પગલે સિઝનનો કુલ વરસાદ 5 ઇંચે પહોંચ્યો છે. બીજી તરફ, મધ્ય ગુજરાતના ખેડા જિલ્લા અને નેશનલ હાઈ-વે 48 પર પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વાહનોની વિઝિબ્લિટી તદ્દન ઘટી ગઈ હતી. લાંબા વિરામ બાદ અરવલ્લીના મોડાસા અને માલપુર પંથકમાં પણ મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જે સુકાતા પાક માટે અમૃત સમાન સાબિત થતાં રાજ્યભરના ખેડૂતોમાં ભારે આનંદની લહેર વ્યાપી ગઈ છે. 15 જુલાઈના વરસાદની અપડેટ માટે ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ‘નંદીઘોષ’માં બિરાજી જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ:‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી, ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી; શણગારેલા ટ્રકો AMC ઓફિસ પહોંચ્યા
    Next Article
    Tenant's Rant About Bengaluru's Rental Market Viral: 'Feeling Helpless'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment