Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદોના ઢગલાં થયા:એક મહિનામાં નાગરિકોએ 23,558 ફરિયાદ કરી, ઊભરાતી ગટરોની સૌથી વધુ 17,344

    3 days ago

    શહેરમાં છેલ્લા લાંબા સમયથી પાણી-ડ્રેનેજની ફરિયાદો સતત વધી રહી છે. પ્રત્યેક સપ્તાહના મ્યુનિ.એ નોંધેલા આંકડાને ધ્યાને લેતા ડ્રેનેજની સૌથી વધારે ફરિયાદો મધ્ય અને ઉત્તર ઝોનમાં જોવા મળે છે. છેલ્લા એક મહિનામાં એન્જિનિયરિંગ વિભાગને કુલ 23,558 ફરિયાદો મળી છે, જેમાંથી ડ્રેનેજને લગતી 17,344 એટલે કે 73 ટકા ફરિયાદો છે. જ્યારે પાણીની 4227 અને રોડને લગતી 1986 ફરિયાદો આવી છે. મ્યુનિ.એ મધ્ય ઝોનમાં મોટા ભાગની ગટરલાઇનો બદલવા માટે કામગીરી શરૂ કરી છે, પણ અહીં 1332 જેટલી ફરિયાદો મળી છે. જ્યારે ઉત્તર ઝોનમાંથી 1423 ફરિયાદો મળી છે. પશ્ચિમ ઝોનમાં 1176, દક્ષિણ ઝોનમાં 895 ફરિયાદો ડ્રેનેજની મળી છે. આ વર્ષે 1750 કરોડ ખર્ચાશે, ગટર ઊભરાતી બંધ થવાની ગેરંટી નહીં ગત 2025-26ના બજેટમાં ડ્રેનેજ પ્રોજેક્ટ માટે 1408 કરોડનો ખર્ચ અંદાજાયો હતો. ચાલુ વર્ષે 1750 કરોડનો ખર્ચ અંદાજાયો છે. તેમાં 1400 કરોડ તો મ્યુનિ. ગટરલાઇનના પુન:સ્થાપનની કામગીરી માટે જ વાપરશે. આ સિવાય સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 600 કરોડનો ખર્ચ કરશે. વર્લ્ડ બેંકે આપેલી લોનમાંથી પણ 260 કરોડ જીઆરસીપી પ્રોજેક્ટ હેઠળ ખર્ચ થશે. ઉ. ઝોનમાંથી ડ્રેનેજની સૌથી વધુ 1423 ફરિયાદો 1980 પહેલાંની ગટરલાઇનો, હજુ બદલાઈ નથી
    Click here to Read More
    Previous Article
    મ્યુનિ.ના નાણાં વિભાગની બેદરકારી છતી થઈ:વેલ્ફેર લોન વસૂલ્યા વિના 73 કર્મચારીઓને નિવૃત્તિના લાભ
    Next Article
    "We Didn't Deserve To Win": RCB Captain Rajat Patidar's Shocking Remark Despite Last-Ball Win vs MI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment