Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235 લોકોનાં મોત:1500થી વધુ ઘાયલ; સરકારે કહ્યું- 39,000 લોકો ગુમ, કાટમાળ નીચેથી અવાજો આવી રહ્યા છે

    10 hours ago

    દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપમાં અત્યાર સુધીમાં 235 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 1500થી વધુ લોકો ઘાયલ છે. વેનેઝુએલામાં બુધવારે 1821ના કારાબોબો યુદ્ધની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. તેથી મોટાભાગના લોકો ઘરોમાં હતા અને ફીફા વર્લ્ડ કપ મેચ જોઈ રહ્યા હતા. આનાથી કાટમાળ નીચે દટાયેલા લોકોની સંખ્યા વધુ હોવાની આશંકા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, કાટમાળની અંદરથી અવાજો આવી રહ્યા છે. સરકારે મોડી રાત્રે જણાવ્યું કે 39 હજારથી વધુ લોકો ગુમ છે. ભૂકંપની ભયાનકતાની અસલી તસવીર હજુ આવવાની બાકી છે. અમેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપથી 10 હજારથી વધુ લોકોના મોત થવાની 44% આશંકા છે. જ્યારે, એક લાખ લોકોના જીવ ગુમાવવાની પણ 30% આશંકા છે. આ આફતથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થાને 9.5 લાખ કરોડ રૂપિયાના નુકસાનની આશંકા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કટોકટી જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ્રિગેઝ સાથે વાત કરીને મદદની ઓફર કરી છે. મેપમાં જુઓ, ભૂકંપની લોકેશન 126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ, દેશમાં ઇમરજન્સી વેનેઝુએલામાં આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે, આ પહેલા 1900માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. ભૂકંપ સંબંધિત 7 તસવીરો… ભૂકંપના કારણે રસ્તા પર લગભગ બે ફૂટની તિરાડો પડી ગઈ. વેનેઝુએલા ભૂકંપ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    World Cup third-place standings: Which teams will qualify for Round of 32, latest points table
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વેનેઝુએલામાં ભૂકંપથી મહાવિનાશ, હજારોનાં મોતની આશંકા, રામ મંદિર દાન ચોરી કેસની ફરિયાદમાં 8 નામ, દસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment