Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની તિજોરી તળિયાઝાટક:રાજકોટ મનપા દ્વારા ડિસેમ્બરમાં રૈયા, મવડી સહિતનાં વિસ્તારમાં રૂ. 232 કરોડના 6 કિંમતી પ્લોટની ઈ-હરાજી યોજવા પ્રક્રિયા શરૂ

    6 hours ago

    આર્થિક ખેંચતાણ અને દર વર્ષે વધતા જતા મહેસુલી ખર્ચનાં કારણે મનપાની તિજોરી તળિયાઝાટક થઈ છે. જેને લઈને મહાનગરપાલિકાએ ફરી જમીન વેચાણનું હથિયાર ઉગામ્યું છે. મનપાએ શહેરના અલગ-અલગ પ્રાઇમ વિસ્તારોનાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ હેતુના 6 કિંમતી પ્લોટની ઈ-હરાજી કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ તમામ પ્લોટની કુલ અપસેટ કિંમત અંદાજે રૂ.232.63 કરોડ નક્કી કરવામાં આવી છે, જેના થકી કોર્પોરેશનને રૂ.232 કરોડ કે તેથી વધુની આવક થવાનો અંદાજ છે. આગામી તા. 21 અને 22 ડિસેમ્બરનાં રોજ આ પ્લોટની ઈ-હરરાજી કરવામાં આવનાર છે. બજેટના અંદાજો સાચા પાડવા મનપાની મથામણ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાપાલિકામાં વર્ષોથી પગાર સહિતના મહેસુલી ખર્ચાઓ સતત વધી રહ્યા છે. બીજી તરફ, છેલ્લા કેટલાક વર્ષોથી મનપા કોમર્શિયલ કે રહેણાંક હેતુની જમીનનું ધાર્યું વેચાણ ન કરી શકતા દર વર્ષે બજેટમાં મુકાતા આવકના અંદાજો ઉંધા પડી રહ્યા છે. વર્ષ 2007માં ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ છેલ્લા 19 વર્ષથી મહાનગરો માટે સરકારી ગ્રાન્ટ જ મુખ્ય આધાર બની રહી છે, ત્યારે ટીપી પ્લાન ફી, એફએસઆઈ અને મિલકત વેરાની આવક પર વહીવટી ગાડું ચાલી રહ્યું છે. તાજેતરમાં જનરલ બોર્ડમાં પણ પ્લોટ વેચાણની આવક અંગે પ્રશ્ન પૂછાયા બાદ હવે મનપાએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને 6 પ્લોટની ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરી છે. કયા વિસ્તારમાં કયો પ્લોટ અને ક્યારે થશે હરાજી? રૈયા રોડ (કોમર્શિયલ): રૈયા મેઈન રોડ પર સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે (ફાઈનલ ટી.પી. સ્કીમ નં.4, ફાઈનલ પ્લોટ નં.769) આવેલા 3,221 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ પ્રતિ ચો.મી. રૂ.1.30 લાખ અને કુલ અપસેટ કિંમત અંદાજે રૂ.41.87 કરોડ રખાઈ છે; હરાજી 21 ડિસેમ્બરે સવારે 11થી 12 વાગ્યે થશે. મવડી પ્લોટ (કોમર્શિયલ): 150 ફૂટ રિંગ રોડ-2 પર ફિલ્ડ માર્શલ રોડ નજીક મહાત્મા ગાંધી ટાઉનશીપ પાછળ (ટી.પી. સ્કીમ નં.28, પ્લોટ નં.37/એ) આવેલા 5,305 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ રૂ.1.20 લાખ પ્રતિ ચો.મી. અને કુલ કિંમત રૂ.63.66 કરોડ રખાઈ છે; હરાજી 21 ડિસેમ્બરે બપોરે 1થી 2 વાગ્યે થશે. એચ.સી.જી. રોડ (કોમર્શિયલ): 150 ફૂટ રિંગ રોડ નજીક કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે (ટી.પી. સ્કીમ નં.9, પ્લોટ નં.સી/9) આવેલા 3,713 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ રૂ.90 હજાર પ્રતિ ચો.મી. અને કુલ કિંમત રૂ.33.42 કરોડ રખાઈ છે; હરાજી 21 ડિસેમ્બરે બપોરે 3થી 4 વાગ્યે થશે. મોરબી રોડ (કોમર્શિયલ): પંચવટી સોસાયટી નજીક એચ.પી. પેટ્રોલ પંપ સામે (ટી.પી. સ્કીમ નં.12, પ્લોટ નં.92) આવેલા 1,648 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ રૂ.1.25 લાખ પ્રતિ ચો.મી. અને કુલ કિંમત રૂ.20.60 કરોડ રખાઈ છે; હરાજી 22 ડિસેમ્બરે સવારે 11થી 12 વાગ્યે થશે. મોરબી રોડ (રેસિડેન્શિયલ): પૂનમ હોલની સામે (ફાઈનલ પ્લોટ નં.91) આવેલા 1,588 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ રૂ.1.25 લાખ પ્રતિ ચો.મી. અને કુલ કિંમત રૂ.19.85 કરોડ રખાઈ છે; હરાજી 22 ડિસેમ્બરે બપોરે 1થી 2 વાગ્યે થશે. સાધુ વાસવાણી કુંજ રોડ (રેસિડેન્શિયલ): રેલનગર વિસ્તારમાં ભક્તિ પાર્ક સોસાયટી સામે (ટી.પી. સ્કીમ નં.19, પ્લોટ નં.16/એ) આવેલા 14,507 ચો.મી.ના વિશાળ પ્લોટનો અપસેટ ભાવ રૂ.45 હજાર પ્રતિ ચો.મી. અને કુલ કિંમત રૂ.65.28 કરોડ રખાઈ છે; હરાજી 22 ડિસેમ્બરે બપોરે 3થી 4 વાગ્યે થશે. રજિસ્ટ્રેશન અને પ્રિ-બિડ મીટિંગનું સમયપત્રક મનપા દ્વારા જાહેર કરાયેલી આ ઈ-હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક બિડરો માટે આજથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ છે. રજિસ્ટ્રેશન કરાવવાની, ઈએમડી ભરવાની તેમજ ટેન્ડર ફી જમા કરાવવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર સાંજે 4 વાગ્યા સુધીની રાખવામાં આવી છે. દરેક બિડ દીઠ રૂ.10 હજાર નોન-રિફંડેબલ ટેન્ડર ફી નક્કી કરવામાં આવી છે. હરાજીની શરતો અને પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે આગામી તા.5 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મનપાના ડો. આંબેડકર ભવનના પ્રથમ માળે આવેલા કોન્ફરન્સ હોલમાં પ્રિ-બિડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 10 વર્ષમાં 15 પ્લોટ વેચાયા, 175 કરોડથી વધુનું પેમેન્ટ હજુ બાકી તાજેતરમાં જનરલ બોર્ડમાં વર્ષ 2015થી 2026 સુધીમાં આર.એમ.સી.ની માલિકીના કેટલા પ્લોટ વેચાયા તે અંગે વિગતો માંગવામાં આવી હતી. તેના જવાબમાં ઈન્ચાર્જ ટીપીઓએ સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મનપાના વેચાણ હેતુના કુલ 15 અનામત પ્લોટનો જાહેર હરાજી તથા વેચાણથી નિકાલ કરવામાં આવ્યો છે. આ 15 પ્લોટના વેચાણથી મનપાને કુલ રૂ. 480.44 કરોડની આવક થઈ હતી, જેમાંથી અત્યાર સુધી રૂ.304.78 કરોડની રકમ તિજોરીમાં જમા થઈ છે, જ્યારે બાકીની મોટી રકમનું પેમેન્ટ હજુ વસૂલવાનું બાકી છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રોનથી દવાનો છાંટવાનો ખર્ચ પાણીમાં:રાજકોટમાં મચ્છરો બેકાબૂ બનતા સપ્તાહમાં ડેંગ્યુના વધુ 5 સહિત વિવિધ રોગના 1844 કેસ, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો
    Next Article
    1 લાખના ભજીયા વિવાદથી સુરત મનપાની સભામાં માત્ર ચાની ચૂસકી:નાસીરનગર આવાસ ફાળવણી મુદ્દે ગરમાગરમ ચર્ચા, વિપક્ષનો અવાજ દબાવવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment