Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારી જિંદગીની મૂડી લૂંટાઈ ગઈ':રામા રેસિડેન્સીના બંધ ફ્લેટમાંથી 232 ગ્રામ સોનુ-ચાંદી અને 4 ટેબ્લેટ ચોરાયા, છાણી પોલીસ તપાસમાં જોતરાઈ

    2 days ago

    વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી રામા રેસિડેન્સીના બી-402 અને બી-403 નંબરના ફ્લેટમાં રહેતા અને રાવપુરા સ્થિત ગોયલ એન્ટરપ્રાઇઝમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય નીતિન રામભાઈ શેટ્ટીના બંધ મકાનમાં તસ્કરોએ મોટો હાથફેરો કર્યો છે. નીતિનભાઈના સસરા છેલ્લા પાંચ દિવસથી બીમાર હોવાથી સમા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. પરિવારના મોભીની સારવાર અને દેખરેખ માટે દંપતી છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે ઘર બંધ કરીને હોસ્પિટલમાં રોકાતું હતું, જે તકનો ગેરલાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. પાડોશીઓના દરવાજા બહારથી બંધ કરી તસ્કરો ઘરમાં ઘૂસ્યા ગત 4 નવેમ્બરની રાત્રે આશરે 9:30 વાગ્યે નીતિનભાઈ પોતાની પુત્રીને સોસાયટીમાં રહેતા સાળાના ઘરે મૂકી પત્ની સાથે ઘરને તાળું મારી હોસ્પિટલ ગયા હતા. રાત્રિ દરમિયાન તસ્કરોએ કોઈ અડચણ ન આવે તે માટે ફ્લેટની આસપાસના તેમજ ઉપરના માળના અન્ય મકાનોના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. વહેલી સવારે ઉપરના માળે રહેતા પાડોશી કિશનભાઈ સોલંકીનો ફોન આવતાં નીતિનભાઈએ અન્ય પાડોશી મારફતે તેમના દરવાજા ખોલાવ્યા હતા. ત્યારબાદ સવારે આશરે 8 વાગ્યે દંપતી હોસ્પિટલથી પરત ફર્યું ત્યારે મુખ્ય દરવાજાનું તાળું ભારે સાધન વડે બળપૂર્વક તોડેલું જોવા મળ્યું હતું. ઘરનો સામાન વેરવિખેર, 11 લાખની મત્તા પર હાથફેરો ઘરમાં પ્રવેશતાં જ તમામ લાઇટો ચાલુ હતી અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તસ્કરોએ બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરીઓ તેમજ બાજુના રૂમની લાકડાની તિજોરીના લોક તોડી નાખ્યા હતા. ઘરમાંથી આશરે 10.50 લાખ રૂપિયાની કિંમતનું 232 ગ્રામ સોનું (મંગળસૂત્ર, બંગડીઓ, કડું, બુટ્ટીઓ, વીંટીઓ, ચેઇન, બ્રેસલેટ અને નથણી) તેમજ 30 હજાર રૂપિયાની કિંમતની 230 ગ્રામ ચાંદીની વસ્તુઓ (પાયલ, બ્રેસલેટ, સિક્કા વગેરે) ચોરાઈ ગઈ હતી. આ ઉપરાંત તસ્કરો પુત્રીના અભ્યાસ માટે ખરીદેલા ચાર ટેબ્લેટ (એક સેમસંગ, બે ઇન્ટેક્સ અને એક આઇપેડ) તથા 37 હજાર રૂપિયાની રોકડ રકમ પણ ઉઠાવી ગયા હતા. છાણી પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપવા તપાસ તેજ કરી પોતાની મહેનતની સમગ્ર કમાણી ગુમાવી બેઠેલા ફરિયાદીએ ભારે હૈયે જણાવ્યું હતું કે તેમની આખી જિંદગીની મૂડી ચોરાઈ ગઈ છે. કુલ 11 લાખથી વધુની મત્તાની ચોરી અંગે નીતિનભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે છાણી પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધીને અજાણ્યા તસ્કરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સોસાયટી તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Vaibhav Sooryavanshi Gets Senior Team Captaincy, Will Lead Bihar In SMAT
    Next Article
    વડોદરામાં 160 મનોદિવ્યાંગ બાળકોની દિવાળી બની યાદગાર:ભેટ-સોગાદો અને ફટાકડાની આતશબાજી સાથે કરાઈ અનોખી ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment