Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 160 મનોદિવ્યાંગ બાળકોની દિવાળી બની યાદગાર:ભેટ-સોગાદો અને ફટાકડાની આતશબાજી સાથે કરાઈ અનોખી ઉજવણી

    1 day ago

    વડોદરા શહેરમાં દિવાળીના તહેવારની સર્વત્ર ચાલી રહેલી ઉજવણી વચ્ચે મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત 'પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ'ના 160 જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે આ વખતની દિવાળી અત્યંત વિશેષ અને યાદગાર બની રહી હતી. શહેરના ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોએ શાળાની મુલાકાત લઈને બાળકો સાથે તહેવારનો આનંદ વહેંચ્યો હતો. આ અવસરે તમામ બાળકોને ઉપયોગી ચીજવસ્તુઓ ધરાવતી દિવાળી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકો સાથે ફટાકડા ફોડીને ઉત્સાહભેર પર્વ મનાવવામાં આવતાં માસૂમ બાળકોના ચહેરા પર ખુશીનું સ્મિત રેલાઈ ગયું હતું. દિવ્યાંગ બાળકો માટે ખાસ કીટનું વિતરણ દિવાળીના પાવન અવસરે શાળામાં અભ્યાસ કરતા 160 બાળકો માટે એક સમૃદ્ધ દિવાળી કીટ તૈયાર કરવામાં આવી હતી. આ કીટમાં બ્લેન્કેટ, રૂમાલ, નેપકિન, વોટર બોટલ, લંચ બોક્સ, ટી-શર્ટ, પેન્ટ, મીઠાઈ, ફરસાણ, બુટ, ડ્રોઈંગ કીટ, રોકડ રકમ તેમજ ફટાકડા જેવી જરૂરી અને મનપસંદ સામગ્રી સામેલ કરવામાં આવી હતી. આ ભેટો મેળવીને બાળકો અત્યંત રોમાંચિત થઈ ઊઠ્યા હતા. ત્યારબાદ ડેપ્યુટી મેયર સહિત ઉપસ્થિત મહેમાનોએ બાળકો સાથે મળીને ફટાકડાની આતશબાજી કરી હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં તહેવારનો અનોખો માહોલ સર્જાયો હતો. સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ અને સંસ્થાના સેવાકાર્યની સરાહના આ કીટ વિતરણ અને સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજસેવક અશોકભાઈ નિહલાની, સિગ્મા સ્કૂલનાં આચાર્ય કંચનબેન, એકતા હોમ કેરનાં એકતાબેન, ડૉ. રક્ષિત શાહ, ડૉ. કલ્પેશ શાહ, ડૉ. જયેશ શાહ તેમજ દિલ્હી પબ્લિક સ્કૂલના આલોક કુમાર સિન્હા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ બાળકો સાથે આત્મીય સમય વિતાવીને તેમની ખુશીઓમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળકોની સેવા એ સાક્ષાત્ પ્રભુ સેવાનું સ્વરૂપ છે. આ ભાવનાને ચરિતાર્થ કરતાં છેલ્લા 16 વર્ષથી રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ આસ્થા ફાઉન્ડેશન આ બાળકોના સર્વાંગી વિકાસ અને જીવનમાં આનંદ લાવવા માટે સતત પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'મારી જિંદગીની મૂડી લૂંટાઈ ગઈ':રામા રેસિડેન્સીના બંધ ફ્લેટમાંથી 232 ગ્રામ સોનુ-ચાંદી અને 4 ટેબ્લેટ ચોરાયા, છાણી પોલીસ તપાસમાં જોતરાઈ
    Next Article
    મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 35 ઠરાવો સર્વાનુમતે મંજૂર:પાણી પુરવઠા માટે 150 કરોડની દરખાસ્ત અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કરોડોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment