Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રે 2:30 વાગે લખતર હાઈવે પર મોતની ચિચિયારીઓ: VIDEO:રાજકોટથી બહુચરાજી જતાં ભરવાડ સમાજના 6 પદયાત્રી સહિત કુલ 7 લોકોને બેફામ ટ્રકે કચડ્યાં; PM મોદીએ શોક વ્યક્ત કર્યો

    19 hours ago

    ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના આકાર પામી છે. લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા કુલ 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અંદાજે 4થી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા છે. ઘટનાના પગલે દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા છે. ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી દુ:ખદ ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રીએ આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે.PM મોદીએ કહ્યું કે તેઓ આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે. પ્રધાનમંત્રીએ X પર લખ્યું: "ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું." પાંચ મહિલા અને બે પુરુષના મોત સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સંઘ બહુચરાજી તરફ જવા નીકળ્યો હતો: SP આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય રાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા છ પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ સાત લોકોના મોત નીપજ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને પકડી લેવામાં આવ્યો છે, જે લખતર તાલુકાના ઝામર ગામનો જ છે અને આ ટ્રક રાજકોટથી લખતર તરફ આવી રહી હતી. ગેડીયાના મહંત લાલદાસ બાપુ ઘટના સ્થળે પહોંચ્યા આ ગોઝારી ઘટનાની જાણ થતાં ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારા સભ્ય પી.કે. પરમાર પણ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યારે ધારા સભ્ય પી.કે. પરમારે આ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,' રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાનો હતો. અકસ્માતમાં 10થી 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત: MLA લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા, ત્યારે ટ્રકમાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું, ત્યારે આ પગપાળા સંઘ પર પાછળથી એક સ્પીડમાં આવતા ડમ્પરે પાંચ મહિલાઓ અને એક પુરુષ પરથી પસાર થઈ જતા એમના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં 10થી 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અને મૃતકોનું પોસ્ટ મોર્ટમ થઇ ગયું છે, હું મૃતક પરિવારજનોને સાંત્વના પાઠવું છું, અને પરિવાર પર આવેલી આ દુઃખદ ઘટના માટે સંવેદના પાઠવું છું. મારી સાથે ભરવાડ સમાજની ગેડીયા જગ્યાના મહંત લાલદાસ બાપુ સહિતના ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે.' કાળનો કોળિયો બનનારા મૃતકોના નામ 1) મસાભાઈ કરશનભાઇ મુંધવા (ભરવાડ) રહે - ખારસીયા (રાજકોટ ) ઉંમર વર્ષ - 59 2) જાલુબેન મસાભાઈ કરશનભાઇ મુંધવા (ભરવાડ) રહે - ખારસીયા (રાજકોટ ) ઉંમર વર્ષ - 57 3) રાણીબેન મંગાભાઇ લોબરીયા ( રહે- રાજકોટ RTO પાસે ) ઉંમર વર્ષ - 45 4) જાલુબેન વેલાભાઈ મુંધવા (ભરવાડ) રહે - ડુંગરપુર (રાજકોટ) ઉંમર વર્ષ - 45 5) વિજુબેન પ્રવીણભાઈ મુંધવા (ભરવાડ) રહે - સતરગામ, તા - ટંકારા (મોરબી) ઉંમર વર્ષ -45 6) વજીબેન વિભાભાઈ મુંધવા (ભરવાડ) રહે - સતરગામ, તા - ટંકારા (મોરબી) ઉંમર વર્ષ -52 7) જયદીપભાઈ હરદીપભાઇ સાપરા ( ગામ શીયાણી તાલુકો- લીંબડી, જિલ્લો- સુરેન્દ્રનગર ) 'મારા પરિવારમાંથી બે લોકોના મૃત્યુ થયા' જેના પરિવારના બે સભ્યો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેવા એક સ્વજનનું કહેવું છે કે, મારું ગામ છતર છે. ગઢકાથી સંઘ નીકળ્યો હતો. સંઘ દેકાવાડા જતો હતો. સંઘમાં અંદાજે 500 થી 600 માણસો હતા. આ બનાવ રાત્રે અઢી (2:30) વાગ્યાની આસપાસ બન્યો હતો. કુલ 7 લોકોના મોત થયા છે. મારા પરિવારમાંથી બે લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક મારા ભાભી થાય અને એક વહુ થાય.તેઓ છતર ગામના હતા. છતર ગામ મોરબી અને રાજકોટની વચ્ચે, મીતાણા પાસે આવેલું છે. એકજ ઘરના ચાર લોકો મૃત્યુ પામ્યા મૃતકના પરિવારજન વનરાજભાઈ મુંધવા જણાવે છે કે, ભોગ બનનારમાં મારા મોટા બાપુ પણ છે તેઓ અહીંથી કાલે બપોરે 3 વાગ્યે નીકળ્યા હતા. ગત રાત્રે 1.20 વાગ્યે આ બનાવ બન્યો.મારા મોટાબાપુ, મારા મોટીમાં, માારા ફઈ, મારા ભાભી એક જ ઘરના ચારેય મૃત્યુ પામ્યા છે.પરિવાર પર આભ ફાટી પડ્યું છે આ સમાચાર પણ વાંચો આઠ મહિના પહેલાં આજ હાઈવે પર બે કાર ટકરાતાં આગ ફાટી નીકળી હતી અને એકસાથે 8 લોકોના મોત નીપજ્યાં હતા આઠ મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા એક બાળકી સહિત આઠ લોકો જીવતા ભૂંજાયા હોવાની ઘટના સામે આવી હતી. વઢવાણ-લખતર હાઇવે પર આવેલા ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર ધંધુકા તાલુકાના ઝીઝર ગામના અને લખતરના કડુ ગામના સગા સંબંધીઓના કુલ આઠ લોકોના મોત નિપજયા હતા (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામત પર મોદીએ કહ્યું-મહિલાઓના સપનાઓને નવી પાંખો મળશે:દાયકાઓથી જોવાતી રાહ પુરી થશે, બિલ પાસ કરવા માટે 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર
    Next Article
    પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી લઈ ગયો:અભયમ્ ટીમે કાઉન્સેલિંગથી માતાને સંતાન પરત અપાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment