Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેન્શનની ઉંમરે દારૂનો વેપલો, 23 કેસ પછી પણ ન સુધર્યા:સચીન GIDC પોલીસે વૃદ્ધાને દારૂની 178 બોટલ સાથે દબોચી

    8 hours ago

    રાજ્યમાં લઠ્ઠાકાંડની ગંભીર સ્થિતિ વચ્ચે સુરત સચીન GIDC પોલીસને ગભેણી ગામના સારંગ ફળિયામાં મોટા પાયે દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડીને પેન્શન મેળવી આરામ કરવાની ઉંમરે ગેરકાયદે નેટવર્ક ચલાવતી 72 વર્ષીય વિધવા મંછીબેન ડાહ્યાભાઈ લાલુભાઈ ખલાસીને રંગેહાથ ઝડપી પાડી હતી. ઘર પાછળના વાડામાંથી 178 બોટલ દારૂ અને બિયર જપ્ત પોલીસે આરોપી વૃદ્ધાના રહેણાંક ઘરની પાછળ આવેલા ખુલ્લા વાડામાં સઘન તલાશી હાથ ધરી હતી, જ્યાં સંતાડીને રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન સહિત કુલ 178 નંગ કબ્જે કર્યા છે. જપ્ત કરાયેલા આ મુદ્દામાલની બજાર કિંમત આશરે રૂ. 26,068 થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી આગળ વધારી છે. અગાઉ 23 ગુના નોંધાયા હોવા છતાં બેખૌફ ધંધો ચાલુ રાખ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલી વૃદ્ધા રીઢા ગુનેગાર તરીકે સક્રિય છે. તેની સામે અગાઉ સચીન GIDC, ભેસ્તાન અને ખટોદરા પોલીસ મથકોમાં પ્રોહિબિશનના 23 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, છતાં તે આ ગેરકાયદે ધંધો ચલાવી રહી હતી. હાલ સચીન GIDC પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ) હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ અન્ય કયા બૂટલેગરો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-આબુ હાઈવે પર અકસ્માત, 12 લોકોને ઈજા:રામદેવરાથી પરત ફરતા વાહનને ટક્કર, ચાલક ફરાર, ઘટના CCTVમાં કેદ
    Next Article
    Toxic Advance Booking: रिलीज से पहले ही यश की फिल्म के बिक गए 2.6 लाख से ज्यादा टिकट, लगभग 20 करोड़ रुपये हुई कमाई

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment