Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-આબુ હાઈવે પર અકસ્માત, 12 લોકોને ઈજા:રામદેવરાથી પરત ફરતા વાહનને ટક્કર, ચાલક ફરાર, ઘટના CCTVમાં કેદ

    9 hours ago

    પાલનપુર-આબુ હાઇવે પર કિડોતર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રામદેવડાથી દર્શન કરી પરત ફરી રહેલા કિડોતર ગામના લોકોના વાહનને પાછળથી પૂરપાટ ઝડપે આવતી ગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં અંદાજે 10 થી 12 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમીરગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ગામલોકોના જણાવ્યા મુજબ, ટક્કર મારનાર ગાડીનો ચાલક અકસ્માત બાદ વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે આ અંગે પૂર્વ સરપંચ ભારતસિંહે જણાવ્યું હતું કે, રામદેવડા દર્શન કરવા ગયા હતાં અને રાત્રીના સમયે પરત ફરતા કિડોતર પાટિયા પાસે હાઇવે પર ગામમાં વળતા એક પૂરઝડપે આવતી ગાડીએ અમારી ગાડીને ટક્કર મારી અને અમારા લોકોની ગાડી પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર લોકોને જાનહાનિ થઈ છે, જેમાં ત્રણ લોકોને વધારે લાગ્યું છે એ લોકોને અમીરગઢ સિવિલથી પાલનપુર સિવિલ રીફર કર્યા છે જે બધાને પ્રાઇવેટમાં લઇ ગયા છીએ. હું બાજુના ગામમાં હાઈવે ઉપર આવેલા સીસીટીવી ચેક કરવા આવ્યો છું. મારી પોતાની દુકાનના સીસીટીવી પણ અમે ચેક કર્યા છે. આગળ પણ ચેક કરતો જઈશ અમારે જે ગાડી ટક્કર મારીને ગઈ છે તેને પકડવી છે. ત્રણ લોકોને વધારે ઇજાઓ પહોંચી છે, જેમાં એક બાળક એક મહિલા અનેક પુરુષને વધુ ઈજાઓ છે. અકસ્માતમાં કમ સે કમ 10 થી 12 લોકોને ઈજાઓ પહોંચી છે. જોકે આ અંગે અમીરગઢ પીઆઇ બી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થઈ કેટલાક લોકોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતના સીસીટીવી આધારે ગાડીની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચંડીગઢમાં મહિલાઓને મળશે ફ્રી iPhone:વેપારીએ કહ્યું- રોજ 5ને આપશે; પહેલા ₹500-₹500 વહેંચી ચૂક્યા છે, પેટ્રોલની લંગર લગાવી શક્યા નથી
    Next Article
    પેન્શનની ઉંમરે દારૂનો વેપલો, 23 કેસ પછી પણ ન સુધર્યા:સચીન GIDC પોલીસે વૃદ્ધાને દારૂની 178 બોટલ સાથે દબોચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment