Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં 23 બેઠક બિનહરીફ, 26 એપ્રિલે મતદાન:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

    4 days ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જાહેરાત કરી હતી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આગામી 26મી એપ્રિલે મતદાન યોજાશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદની સ્થિતિ મુજબ, જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો સામે 136 હરીફ ઉમેદવારો મેદાનમાં છે. આ પૈકી કંબોઈ જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, જિલ્લાની વિવિધ 240 બેઠકો માટે 614 હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે. આમાંથી કુલ 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં ડીસા તાલુકાની મહાદેવિયા અને માલગઢ, વડગામ તાલુકાની મગરવાડા, દાંતા તાલુકાની રંગપુર અને દાંતા, તેમજ કાંકરેજ તાલુકાની બુકોલી, ખોડા, કંબોઈ-1 અને ઉંબરી-1 બેઠકોનો સમાવેશ થાય છે. ધાનેરા, ડીસા અને પાલનપુર એમ ત્રણ નગરપાલિકાઓની કુલ 116 બેઠકો સામે 256 હરીફ ઉમેદવારો મેદાનમાં છે. નગરપાલિકામાં પણ કુલ 13 બેઠકો બિનહરીફ થઈ છે, જેમાં ડીસા નગરપાલિકાના 9 વોર્ડ અને પાલનપુર નગરપાલિકાની 4 બેઠકોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    એસ.પી. સંજય ખરાત અરજદારોને રૂબરૂ સાંભળે છે:વડિયા પોલીસ સ્ટેશનમાં 15 અરજદારોની સમસ્યાઓ વિશે પોલીસ કામગીરીની ચકાસણી
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Jumps 200 Points Higher Amid Positive Global Cues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment