Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂના બંદર રોડ જુગાર રમતા ચાર ઝડપાયા:ગંગાજળિયા પોલીસે રોકડ 22,700 જપ્ત કર્યાં, ચારેય સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો દાખલ

    2 days ago

    ભાવનગર ગંગાજળિયા પોલીસે ચોક્કસ માહિતી આધારે શહેરના જુનાબંદર રોડ પર વૈશાલી સિનેમા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખસને રંગે હાથ ઝડપ્યા હતા. આરોપી પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી ચારેય શખસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ચારેય સામે ગુનો નોંધાયો, રોકડા 22 હજાર જપ્ત શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે માહિતી મળી હતી. જેના આધારે પોલીસે શહેરના જુનાબંદર રોડ પર વૈશાલી સિનેમા બહાર રેડ કરી હતી. આ સમયે ત્યાં ચાર શખસ તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતાં હતા. જેમાં વિક્રમ કિશોરભાઈ ચાવડા, એજાઝ ઉર્ફે ભૂરો મજીદભાઈ દલ્લુ, પ્રવીણ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા, ભરત બચુભાઇ મકવાણા (રહે.તમામ ભાવનગર)ને ઝડપી લીધા હતા. સ્થળ પરથી જુગારનું સાહિત્ય, રોકડ રૂપિયા 22,700 જપ્ત કરી જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બીજા દિવસે પણ વરસાદ માહોલ:સુરતમાં ખાડીપુરથી લોકો ત્રસ્ત, દુકાનો-ઘરોમાં પાણી; આજે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
    Next Article
    Gujarat Breaking News: 11 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | Weather Update | Latest Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment