Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલારામ બાપાની 227 મી જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ:જલારામ જયંતિના દિવસે ધજા પૂજન, 251 થી વધુ વાનગીઓનો અન્નકૂટ દર્શન,મહાઆરતી, રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે, મહાપ્રસાદનો 20 હજાર કરતા વધુ ભક્તો લાભ લેશે

    2 days ago

    ટુકડો ત્યાં હરિ ઢુંકડો, ભજન કરો અને ભોજન કરાવો, જેવા સૂત્રથી સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત જલારામ બાપાની 227મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી 16 નવેમ્બરને સોમવારના રોજ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જલારામ મંદિર આનંદનગર, ભાવનગર ખાતે બાપાની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જલારામ મંદિર આનંદનગરને રોશનીથી શણગારવામાં આવેલ છે, બાપાના સૂત્ર મુજબ ભજન અને ભોજન સેવા થશે. તા.16 ને સોમવારે બાપાની જન્મ જયંતીના દિવસે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે સવારે 8:15 કલાકે ધજા પૂજન સવારે 8:30 કલાકે બાપાનું પૂજન સવારે 11:00 કલાકે, બાપાને 251થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ કરવામાં આવશે જેના દર્શન તેમજ બપોરે 12.15 કલાકે બાપાની મહાઆરતી કરવામાં આવશે. જલારામ જયંતીના દિવસે જલારામ મંદિર આનંદનગર સવારે પાંચ કલાકથી રાત્રિના 9:30 કલાક સુધી મંદિરના દર્શન ખુલ્લા રહેશે સવારે 6.30 કલાકે બાપા ની આરતી થશે., જલારામ જયંતિ નિમિત્તે આનંદનગર જલારામ મંદિરે સવારે.9.30 થી 2 દરમ્યાન રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહકારથી રક્તદાન શિબિર, જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા,થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ સહિતની સેવાનું આયોજન કરવા માં આવેલ છે જેનો સર્વે સમાજ ના લોકો ને લાભ લેવા અનુરોધ કરાયો છે. જલારામ જયંતિના દિવસે આનંદ નગર જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન 80,000 કરતાં વધુ ભક્તોજનો દર્શનનો લાભ લેવા પધારે છે. તેમ જ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે, જલારામ બાપાના મંત્ર સમાન ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને સાર્થક કરતા ભાવનગરના સર્વે જ્ઞાતિ અને ભક્તજનો માટે મહાપ્રસાદ સવારે 11 થી બપોરે ત્રણ કલાક સુધી જલારામ મંદિર આનંદ નગર ખાતે યોજાશે, જેમાં પ્રતિ વર્ષ 20000 કરતાં વધુ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે, હાલમાં મહાપ્રસાદ માટેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે આથી સર્વ ભક્તજનોને બાપાની જન્મ જયંતીના રોજ મહાપ્રસાદ અને દર્શનનો લાભ લેવા જલારામ મંદિર આનંદનગર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
    Click here to Read More
    Previous Article
    World Tennis League Returns For Season 5 In Bengaluru From December 17-20
    Next Article
    કતારગામમાં ચાલુ કારમાં ભીષણ આગ, પરિવારના 4 સભ્યનો આબાદ બચાવ:ઓટો-લોક છતાં સમયસર દરવાજા ખોલી બહાર નીકળતાં જાનહાની ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment