Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાશે:16મી નવેમ્બરે સેક્ટર-29થી સેક્ટર-7 સુધી શોભાયાત્રા, અન્નકૂટ દર્શન અને મહાઆરતીનું આયોજન

    6 घंटे पहले

    'ભજન અને ભોજન'ના જીવનમંત્રને વરેલા સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિની આગામી કારતક સુદ-7, તારીખ 16-11-2026, સોમવારના રોજ પાટનગર ગાંધીનગર ખાતે અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સેક્ટર-29 સ્થિત શ્રી જલારામ મંદિર ખાતે આ પાવન પર્વ નિમિત્તે દિવસભર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી ભક્તિમય કાર્યક્રમોની વણઝાર જલારામ જયંતિના મંગલમય દિવસે વહેલી સવારે 6.45 કલાકે પ્રાતઃ આરતી સાથે મહોત્સવનો પ્રારંભ થશે. ત્યારબાદ સવારે 6.45થી સાંજના 6.45 કલાક સુધી સતત 12 કલાક અખંડ ધૂનની રમઝટ જામશે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવશે. આ ઉપરાંત પૂ. જલારામ બાપાની વિશેષ પૂજનવિધિ પણ કરવામાં આવશે. સેક્ટર-29થી સેક્ટર-7 સુધી ભવ્ય શોભાયાત્રા આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ ભવ્ય શોભાયાત્રા રહેશે. સવારે 8.30 કલાકે સેક્ટર-29 સ્થિત શ્રી જલારામ મંદિરથી વાજતે-ગાજતે શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે નગરના રાજમાર્ગો પર ફરીને સેક્ટર-7 સ્થિત શ્રી ભોજલરામ મંદિર સુધી જશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈને બાપાના જયઘોષ કરશે. અન્નકૂટ દર્શન અને મહાઆરતીનો લહાવો બપોર બાદ ભક્તો માટે વિશેષ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ સાંજે 4.00થી રાત્રે 9.00 કલાક સુધી લઈ શકાશે. સાંજે 6.45 કલાકે ભવ્ય મહાઆરતી યોજાશે, જેમાં દીપમાળાઓની રોશની વચ્ચે બાપાની આરતી ઉતારવામાં આવશે. નગરજનોને ભાવભર્યું નિમંત્રણ શ્રી જલારામ જયંતિના આ પાવન અવસરે શ્રી જલારામ સેવા સમાજ - ગાંધીનગરના પ્રમુખ ભરતભાઈ ઠક્કર સહિત તમામ હોદ્દેદારો અને કારોબારી સમિતિ દ્વારા ગાંધીનગરના તમામ ભાવિક ભક્તો અને નગરજનોને આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા તેમજ દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વાડજમાં મામાના દીકરાએ જ ખોટી રીતે ડરાવી પૈસા ખંખેર્યા:મેસેજ કરી ખોટા કેસમાં નામ આવ્યું છે કહીને બાઈક વેચવી 1.82 લાખ લઈ લીધા
    Next Article
    With 'Flat 50%' Caveat, Supriya Sule Backs Centre's Delimitation Push Amid NDA Move Buzz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment