Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    225 રક્તદાતાઓએ ત્રણ જિંદગી બચાવવા રક્તદાન કર્યું:PM મોદીના જન્મદિવસ પર વેરાવળમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

    6 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વેરાવળમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ એક મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (17 સપ્ટેમ્બર) નિમિત્તે 'સેવા અને સમર્પણના 25 વર્ષ' હેઠળ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે વેરાવળ શહેર અને ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીએ કાજલી માર્કેટિંગ યાર્ડમાં આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ કાજલી માર્કેટિંગ યાર્ડના હોલમાં યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, વેરાવળના ડેપ્યુટી કલેક્ટર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત વેરાવળ નગરપાલિકાના હોદ્દેદારો, જિલ્લા ભાજપ કારોબારી સભ્યો, તાલુકા કારોબારી સભ્યો, વેરાવળ શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સરમણભાઈ સોલંકી, ઝવેરીભાઈ ઠકરાર અને વિક્રમભાઈ પટ્ટાટ સહિત રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રક્તદાતાઓને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પમાં 'રક્તદાન મહાદાન'ના સૂત્રને સાર્થક કરવા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના પ્રેસિડેન્ટ અને જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરીને 225થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરી હતી. આ રક્ત જિલ્લાના થેલેસેમિયા પીડિત બાળકો અને કેન્સરના દર્દીઓના લાભાર્થે રેડ ક્રોસ સોસાયટીને અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. 7 ઓક્ટોબર 2026 સુધીમાં તેમના સેવા અને સમર્પણના 25 વર્ષ પૂરા થશે. આ નિમિત્તે ભાજપના કાર્યકર્તાઓ આખો મહિનો 'સેવા સંકલ્પ' તરીકે ઉજવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આવા જ સેવાના કાર્યક્રમો યોજવામાં આવશે. સવારે 9:00 વાગ્યે શરૂ થયેલો રક્તદાન કેમ્પ બપોરે 1:30 વાગ્યે પૂરો થયો હતો. આ કેમ્પની ખાસ વાત એ હતી કે માનસિંહભાઈ પરમારના સમર્થકો કતારમાં ઊભા રહીને ઉત્સાહભેર રક્તદાન કરવા જોડાયા હતા. કેમ્પને સફળ બનાવવા માટે રેડ ક્રોસના અતુલભાઈ કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટની આગેવાનીમાં સેક્રેટરી ગિરીશભાઈ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, કમિટી મેમ્બર સંજયભાઈ દાવડા, ડો. ખેવનાબેન કારાવડીયા સહિત બ્લડ બેન્કના ટેકનિકલ સ્ટાફ સભ્યો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    તાલાલામાં પશુ ચરાવતા યુવક પર વીજળી પડી, ઘટનાસ્થળે જ મોત:જૂનાગઢ અને ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાંજે 6 વાગ્યા સુધી 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    PM મોદીના આર્થિક સલાહકારના પુત્ર એશિયન ગેમ્સમાંથી બહાર:વજન ઘટાડવાના ચક્કરમાં બેભાન થયા MMA ફાઇટર વરુણ સાન્યાલ; ક્વાર્ટર ફાઇનલ પહેલાં અનફિટ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment