Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠારામાં ગેરકાયદે વ્યાજખોરીનો પર્દાફાશ:રૂ.2.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, 2 આરોપી ઝડપાયા

    7 hours ago

    અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં ગેરકાયદે વ્યાજખોરીના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, લોકોને ઊંચા વ્યાજે પૈસા આપીને ધાકધમકી અને દબાણ કરીને રોકડ, સોના-ચાંદીના દાગીના, જમીનના દસ્તાવેજો અને ચેકબુક જેવી મિલકતો પડાવી લેવાના આક્ષેપો થયા હતા. આ મામલે પોલીસે તપાસ કરીને કુલ રૂ.2.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, વ્યાજખોરીમાં ફસાયેલા એક યુવકે કોઠારા પોલીસનો સંપર્ક કરીને આખી ઘટનાની જાણ કરી હતી. ફરિયાદીનો આક્ષેપ હતો કે તેને 10 ટકા વ્યાજે પૈસા આપ્યા પછી તેની પાસેથી સહી કરેલા કોરા ચેક, ચેકબુક, સ્ટેમ્પ પેપર, વાહન અને જમીનના સાટા કરાર કરાવાયા હતા. વધુ સમય આપવાના બહાને તેની કિંમતી જમીનના દસ્તાવેજો પણ પડાવી લેવાયા હતા, તેમ ફરિયાદમાં જણાવાયું છે. આ માહિતીના આધારે કોઠારા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો અને અન્ય સામાન રાયધણપર ખાતેના એક મકાનમાં છુપાવવામાં આવ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે સાક્ષીઓની હાજરીમાં તપાસ કરી હતી. આ તપાસમાં રૂ.1.24 કરોડથી વધુની રોકડ, આશરે 831 ગ્રામ સોનું અને 2.21 કિલોગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કા મળી આવ્યા છે, તેમ પોલીસે કહ્યું છે. આ ઉપરાંત અલગ અલગ લોકોના મિલકતના અસલ દસ્તાવેજો, ખાતાવહી, ઓળખકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક કાર્ડ, ચેકબુક, સહી કરેલા ચેક, પાસબુક, વાહનોની આર.સી. બુક અને હિસાબી ડાયરીઓ જેવો સામાન પણ જપ્ત કરાયો છે. એક મોબાઇલ ફોન સહિત જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત રૂ.2.25 કરોડથી વધુ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરાની ધરપકડ કરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને પાસે પૈસા ધીરધારનું માન્ય લાયસન્સ ન હોવા છતાં ઊંચા વ્યાજે પૈસા આપવા અને તેની વસૂલાત માટે મિલકત તથા કિંમતી ચીજો પડાવી લેવાના આક્ષેપોની તપાસ ચાલી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે લાયસન્સ વગર પૈસા ધીરનાર પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવાનું ટાળે. જો કોઈ વ્યક્તિ દ્વારા ધાકધમકી, દબાણ અથવા મિલકતના દસ્તાવેજો કરાવી લેવા જેવી હેરાનગતિ થતી હોય તો તરત પોલીસનો સંપર્ક કરવો. પૈસાના વ્યવહાર સંબંધિત રસીદો, બેન્ક અથવા UPI ટ્રાન્ઝેક્શન, દસ્તાવેજો અને મેસેજ જેવા પુરાવા સાચવી રાખવા પણ પોલીસે કહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા સુગર ફેક્ટરીને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમનો રાષ્ટ્રીય એવોર્ડ:કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હસ્તે સન્માન, સંસ્થાનો આ 25મો એવોર્ડ
    Next Article
    Inside the ECI’s ‘black box’: IE investigation proves print journalism still has bite

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment