Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માછીમારોને મળી મોટી રાહત:બોટના ડીઝલમાં 22.43નો વધારો પાછો ખેંચાયો, કેન્દ્રના હસ્તક્ષેપ બાદ જૂના રાહત દરે જ મળશે ડીઝલ

    1 week ago

    ગુજરાતના માછીમારો માટે મહત્વપૂર્ણ રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. માછીમારી બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં લિટર દીઠ કરવામાં આવેલો રૂ. 22.43નો વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. હવે રાજ્યના માછીમારોને અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ ઉપલબ્ધ રહેશે. માછીમારો પર વધતા ખર્ચને ધ્યાનમાં રાખી હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી આ મુદ્દે રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. માછીમારો પર વધતા ખર્ચના બોજાને ધ્યાનમાં રાખીને ત્વરિત હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી હતી. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. ‘સ્પેશિયલ એક્સેપ્શન’ હેઠળ માછીમારોને રાહત આપવા માંગ કરી માછીમારોને ડિસ્કાઉન્ટ દરે ડીઝલ પૂરું પાડવા માટે ગુજરાત ફિશરીઝ કો-ઓપરેટિવ ફેડરેશન દ્વારા ભારત પેટ્રોલિયમ સાથે કરાર કરવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં કંપનીએ ડીઝલના ભાવમાં વધારો જાહેર કરતા માછીમારોમાં અસંતોષ ફેલાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ‘સ્પેશિયલ એક્સેપ્શન’ હેઠળ માછીમારોને રાહત આપવા માંગ કરી હતી. કેન્દ્ર સરકારે આ રજૂઆતને માન્ય રાખીને કંપનીને ભાવવધારો પાછો ખેંચવા સૂચના આપી છે. હંમેશા માછીમારોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વસતા હજારો માછીમારોને સીધી રાહત મળશે. મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય બદલ વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા માછીમારોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    રાજનાથ સિંહે કહ્યું- પહાડનું પાણી-યુવાની અહીંના કામમાં આવવી જોઈએ:ઉત્તરાખંડના CM સામાન્ય નહીં, ધુરંધર; પુષ્કર સિંહ ધામીએ રક્ષા મંત્રીને અજાતશત્રુ ગણાવ્યા
    Next Article
    ‘Will follow rules’: Now, Punjab government to send panel of IPS officers for DGP appointment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment