Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    222 રનના ચેઝમાં અફઘાન ટીમની હાલત ખરાબ:6 ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી; અક્ષરે 2 તો બુમરાહ-યશ ઠાકુરને એક-એક વિકેટ મળી

    19 hours ago

    ભારતે ત્રીજી T-20માં અફઘાનિસ્તાનને 222 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં અફઘાનિસ્તાનનો સ્કોર 5 ઓવરમાં 51/4 છે. ટીમ તરફથી નૂર ઉલ રહેમાન અને અઝમતુલ્લા ઓમરઝાઈ ક્રિઝ પર છે. અક્ષરે એક જ ઓવરમાં રહમાનુલ્લાહ ગુરબાઝ અને સેદિકુલ્લાહ અતલને આઉટ કર્યા. તો જસપ્રીત બુમરાહ અને યશ ઠાકુરને પણ એક-એક સફળતા મળી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અભિષેક શર્મા સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યા. તેમણે 30 બોલમાં સદી ફટકારી. અભિષેકે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. રોહિતે 2017માં શ્રીલંકા સામે ઇન્દોરમાં 35 બોલમાં સદી ફટકારી હતી. ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 221 રન બનાવ્યા. અભિષેકે 34 બોલમાં 108 રનની ઇનિંગ રમી. સંજુ સેમસને 35 બોલમાં 50 રન બનાવ્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે 59 બોલમાં 142 રનની ભાગીદારી કરી. અફઘાનિસ્તાન માટે અઝમતુલ્લાહ ઉમરઝાઈએ 2 વિકેટ લીધી. રાશિદ ખાન અને અબ્દુલ્લાહ અહમદઝાઈને એક-એક વિકેટ મળી. ભારત તરફથી 3 ખેલાડીઓ રનઆઉટ થયા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઈ અને યશ ઠાકુર અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, નૂર ઉલ રહેમાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી અને અબ્દુલ્લા અહમદઝાઈ.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી:રાજકોટમાં હજારો લોકોએ હાથમાં દીવડો લઈ માનવસાંકળ બનાવી, વડાપ્રધાનનાં દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી
    Next Article
    ટ્રમ્પ ગમે ત્યારે ટેરિફ બોમ્બ ફોડશે:ભારત ફરતે અમેરિકાનો ગાળિયો; પેટ્રોલના ભાવ ભડકે બળી શકે, મોદીનો દોસ્ત ટ્રમ્પને કડક જવાબ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment