Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનની 'ક્વીન' બદલાઈ?:22 વર્ષ બાદ આલિયાએ ઐશ્વર્યાને કરી રિપ્લેસ! બ્રાન્ડના નવા કેમ્પેન VIDEOમાંથી એક્ટ્રેસ ગાયબ, ફેન્સ થયા લાલઘૂમ

    2 days ago

    ફ્રાન્સના કાનના દરિયાકિનારે ફરી એકવાર રેડ કાર્પેટ પથરાઈ ગઈ છે. આજ એટલે કે 12 મેથી શરૂ થઈ રહેલા 79મા કાન ફિલ્મ ફેસ્ટિવલને લઈને આ વખતે ભારતીય ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય એક્ટ્રેસ ત્યાં પોતાની હાજરી નોંધાવવાની છે. પરંતુ, ભારત માટે 'કાન' એટલે વર્ષોથી માત્ર એક જ નામ રહ્યું છે – ઐશ્વર્યા રાય બચ્ચન. પરંતુ આ વખતે ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા જ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ તોડી નાખ્યા છે અને ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે કે - શું આલિયા ભટ્ટે ઐશ્વર્યાનું સ્થાન લઈ લીધું છે? હોટલ માર્ટિનેઝ પરથી ઐશ્વર્યા ગાયબ, આલિયાનો દબદબો! બ્યુટી બ્રાન્ડ લોરિયલ પેરિસ (L’Oréal Paris)એ 10 મેના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક નવો પ્રમોશનલ વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં કાનની ફેમસ 'હોટલ માર્ટિનેઝ'ની છત પરથી બ્રાન્ડ સાથે જોડાયેલી ગ્લોબલ એમ્બેસેડર્સના મોટા પોસ્ટર્સ લહેરાતા જોઈ શકાય છે. આ પોસ્ટર્સમાં આલિયા ભટ્ટ, વિયોલા ડેવિસ, ઈવા લોન્ગોરિયા અને હેલેન મિરેન જેવા ચહેરાઓ ચમકી રહ્યા છે, પરંતુ જે ચહેરાની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, તે ઐશ્વર્યા રાય બચ્ચન ક્યાંય દેખાઈ રહી નથી. બ્રાન્ડે કેપ્શનમાં લખ્યું, 'એન્ડ... એક્શન! કાનની સૌથી પોપ્યુલર બિલ્ડિંગને ફેસ્ટિવલ લુક મળી રહ્યો છે.' પરંતુ ફેન્સ માટે આ લુક ઐશ્વર્યા વિના અધૂરો હતો. ફેન્સનો ગુસ્સો જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો કે તરત જ કોમેન્ટ સેક્શનમાં ફેન્સનો રોષ જોવા મળ્યો. 2004થી લોરિયલની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર રહેલી ઐશ્વર્યાએ છેલ્લા 22 વર્ષોમાં 20થી વધુ વખત રેડ કાર્પેટ પર બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. એક યુઝરે લખ્યું- "દરેક વ્યક્તિ કોમેન્ટમાં ઐશ્વર્યાની માંગ કરી રહ્યું છે. નવા ચહેરા આવી શકે છે, પણ અસલી ક્વીનની જગ્યા કોઈ ન લઈ શકે." બીજા ફેને સવાલ કર્યો- "શું બ્રાન્ડ ભૂલી ગઈ કે ભારતની ગલી-ગલીમાં લોરિયલને કોણે પહોંચાડ્યું? ઐશ્વર્યા વિના કાન અધૂરું છે." ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે શું આલિયા ભટ્ટને હવે બ્રાન્ડના મુખ્ય ચહેરા તરીકે રજૂ કરવામાં આવી રહી છે? કાનની અસલી 'ગ્લેમર ક્વીન' ઐશ્વર્યા રાયના પર્પલ લિપસ્ટિકથી લઈને તેના સિન્ડ્રેલા ગાઉન અને 'શોલ્ડર પોઝ' સુધી, તેની દરેક અદાએ કાનમાં ઈતિહાસ રચ્યો છે. ભારત માટે કાન્સનો અર્થ જ ઐશ્વર્યાના લુક્સ અને તેની રેડ કાર્પેટ વૉક રહી છે. જ્યારે લોરિયલ જેવી મોટી બ્રાન્ડ તેના પ્રમોશનલ વીડિયોમાંથી ઐશ્વર્યાને બાકાત રાખે, ત્યારે ફેન્સને 'રિપ્લેસમેન્ટ'ની આશંકા જાય તે સ્વાભાવિક છે. 2002થી 2025 સુધીના ઐશ્વર્યાના કાન રેડ કાર્પેટ લુક:- શું ખરેખર ઐશ્વર્યા પત્તું કપાયું? જોકે, લોરિયલ પેરિસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. શક્ય છે કે ઐશ્વર્યા કોઈ અલગ રૂટિન કે સ્પેશિયલ એપિયરન્સ માટે તૈયાર હોય, પરંતુ હાલ પૂરતું તો આ વીડિયોએ ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. આલિયા ભટ્ટ અત્યારે ગ્લોબલ લેવલ પર ભારતનો નવો ચહેરો બની રહી છે, પરંતુ 22 વર્ષના વારસાને એક ઝાટકે રિપ્લેસ કરવો એ વાત ફેન્સને પચી રહી નથી. , કાન ફિલ્મ ફેસ્ટિવલ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ગુજરાતી ફિલ્મ 'લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે' કાનમાં પહોંચી: સેક્સ વર્કર્સ પર બનેલી ભારતીય ફિલ્મનું પણ સ્ક્રીનિંગ થશે; 2kmના રેડ કાર્પેટ પર ચપ્પલ-પર્સ-સેલ્ફી પર પ્રતિબંધ દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ કાન (Cannes) 12 થી 23 મે દરમિયાન ફ્રાન્સમાં યોજાઈ રહ્યો છે. દેશ-દુનિયાની ઘણી મોટી હસ્તીઓ કાનના ભવ્ય રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઇલની છાપ છોડવાનો પ્રયત્ન કરશે, જ્યારે અહીં ઘણી ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ રાખવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટીને 75,000 સ્તરે ટ્રેડિંગ:4 દિવસમાં 3,000 પોઈન્ટ તૂટ્યો; IT કંપનીઓના શેર સૌથી વધુ ઘટ્યા
    Next Article
    1 PM Gujarati News LIVE | 1 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment