Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું, 22 ડબ્બા જપ્ત:SOG અને ફૂડ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું

    4 days ago

    સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી "અમુલ પ્યોર ઘી"ના માર્કવાળા શંકાસ્પદ 22 ડબ્બા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન મહેતા માર્કેટમાં આવેલી આદિનાથ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ હાલતમાં 6 ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે શહેરના ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીમાંથી તપાસ કરતા 16 ડબ્બા મળી આવ્યા હતા. SOG ટીમે કુલ 22 ડબ્બા મુદ્દામાલ તરીકે કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુરેન્દ્રનગરની ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીનો જ એક વ્યક્તિ અમદાવાદથી આ ઘીના ડબ્બા લાવીને મહેતા માર્કેટના વેપારીઓને સપ્લાય કરતો હતો. આ નેટવર્ક કેટલું મોટું છે તે અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં SOG પીઆઈ ભાવેશ શિંગરખીયા અને તેમની ટીમ તેમજ ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એ.જે. પ્રજાપતિની ટીમે કામગીરી કરી હતી. ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 11 વાગ્યે SOG અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી 3 નમૂના લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી, પોલીસનો લાઠીચાર્જ:લોકો એકબીજા પર પડ્યાં, મહિલાઓ પણ બેરિકેડ કૂદી; બે લોકો બેભાન; 8000થી વધુ મુસાફરો સામે માત્ર બે ટ્રેન
    Next Article
    ઉના-ગીર ગઢડા પંથકમાં 'નાઈટ સફારી'નો રોમાંચ!:મધરાતે રસ્તા પર સિંહ પરિવારની શાહી લટાર, ઝુડવડલીમાં સિંહણે જલપાન કરી રસ્તો રોક્યો, વાહનચાલકોએ થંભાવ્યા વાહનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment