Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા સ્ટેન્ડિંગ કમિટીનો ઐતિહાસિક નિર્ણય:કોન્ટ્રાકટ પરનાં 22 શાખાનાં 51 વાહનોને બ્રેક લગાવાઈ, વાર્ષિક 1.89 કરોડ બચશે; રેસકોર્સ રિંગરોડનાં લાઈટિંગ માટેનો ખર્ચ નામંજૂર

    1 day ago

    રાજકોટ મહાપાલિકાના શાસકો દ્વારા ખોટા ખર્ચાઓ પર મોટો કાપ મુકવામાં આવ્યો છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો મુજબ, રાજકોટમાં કોન્ટ્રાકટ પર ચાલતા 22 શાખાનાં 51 વાહનોને બ્રેક મારવામાં આવશે. જેના કારણે વાર્ષિક 1.89 કરોડ એટલે કે માસિક અંદાજે 15.78 લાખની બચત થશે. આ સાથે જ રેસકોર્સ રિંગરોડ પર ડેકોરેટીવ લાઇટિંગ કરવા માટેનો કરોડોનો ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે, જ્યારે ટેન્કરથી પાણી વિતરણની દરખાસ્ત બે વર્ષને બદલે માત્ર 1 વર્ષ માટે મંજૂર કરવાનો આદેશ અપાયો છે, જેને લઈને 5.5 કરોડની બચત થશે. ચેરમેને દરખાસ્તમાં મોટો કાપ મુકીને માત્ર 1 વર્ષ માટે જ ખર્ચ મંજૂર કરવાનો આદેશ કર્યો રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષપદે મળી હતી. ચેરમેન બન્યા બાદ બીજી જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પરેશ પીપળીયાએ કરકસરના પગલારૂપે અનેક તોફાની નિર્ણયો લીધા હતા. આ બેઠકમાં 11,00,00,000 ઉપરાંતના ખર્ચે ત્રણેય ઝોનમાં ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પાણી વિતરણ કરવાની બે વર્ષના કોન્ટ્રાક્ટની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે, ચેરમેને આ દરખાસ્તમાં મોટો કાપ મુકીને માત્ર 1 વર્ષ માટે જ ખર્ચ મંજૂર કરવાનો આદેશ કર્યો હતો, જેનાથી પાણી વિતરણ પાછળનો ખર્ચ અડધોઅડધ ઘટી ગયો છે. આગામી 1 વર્ષમાં શહેરના મોટાભાગના વિસ્તારોને પાઇપલાઇનથી આવરી લેવાશે આ અંગે ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના વેસ્ટઝોન વિસ્તારમાં ભળેલા નવા વિસ્તારો સિવાય શહેરમાં 670 ચોરસ કિલોમીટર જેવા વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન બીછાવી દેવામાં આવી છે અને હજી પણ આ કામગીરી ચાલું છે. આગામી 1 વર્ષમાં શહેરના મોટાભાગના વિસ્તારોને પાઇપલાઇનથી આવરી લેવામાં આવશે. ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પાણી વિતરણની આ દરખાસ્તમાં બીજા વર્ષે 10% વધારો આપવાનો હતો પરંતુ, પાઇપલાઇન બીછાવાઇ જતાં શહેરીજનોને નળવાટે ઘેરઘેર પાણી પહોંચતું થઇ જશે, જેથી બીજા વર્ષે 10%ના વધારા સાથેનો ખર્ચ વધુ જણાતાં કરકસરના પગલાંરૂપે આ કોન્ટ્રાક્ટ માત્ર 1 વર્ષ માટે કરવાનો આદેશ કરાયો છે. 51 વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો આજની બેઠકમાં અધ્યક્ષપદેથી એક અત્યંત મહત્વની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિભાગ માટે ઉપયોગમાં લેવાતા આઉટ સોર્સિંગ વાહનોનો ખર્ચ ખુબ વધુ જણાતો હોવાથી કરકરસના પગલાંરૂપે તેના પર કાપ મુકવા સુચન કરાયું છે. આ માટે મ્યુ. કમિશનરને ક્યા વિભાગમાં કેટલાં આઉટ સોર્સિંગ વાહનોની અનિવાર્ય આવશ્યકતા છે તેનો વિગતવાર અહેવાલ આપવા જણાવાયું છે. જોકે, પ્રાથમિક તબક્કે જ આરોગ્ય વિભાગ અને દબાણ હટાવ શાખા સહિત કુલ 22 શાખાઓમાં આઉટ સોર્સિંગથી ચાલતા 51 વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આજની બેઠકમાં ફરી એકવાર રેસકોર્સ રીંગરોડ ફરતે ડેકોરેટીવ લાઇટિંગ કરવા માટેની 2,30,82,700નો જંગી ખર્ચ મંજૂર કરવાની દરખાસ્તને શાસકો દ્વારા સદંતર ફગાવી દેવામાં આવી હતી. જ્યારે મહાનગરપાલિકા માટે 18,88,000ના ખર્ચે અર્બન ગ્રિનિંગ પોલીસી તૈયાર કરવાની દરખાસ્તને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની ગ્રિનીંગ પોલિસીનો ગહન અભ્યાસ કરીને નિર્ણય લેવાના આદેશ સાથે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. હવે એજન્સી સાથે ચર્ચા કરી આગળનો નિર્ણય લેવાશે એવી જ રીતે, મહાનગરપાલિકાના રેસકોર્સ સંકુલમાં આવેલા વિવિધ રમતગમત સુવિધાઓનું મેઇટેનન્સ મહાનગરપાલિકા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે SVP રાજકોટ સ્પોર્ટસ ફાઉન્ડેશનને પુર્ણ થયેલ મુદતથી વિશેષ 3 વર્ષ માટે સુપરત કરવાની દરખાસ્ત આવી હતી. તેમાં શાસકોએ મોટો કાપ મુકીને માત્ર 6 મહિના માટે કામગીરી સોંપવા આદેશ કર્યો છે, હવે એજન્સી સાથે ચર્ચા કરી આગળનો નિર્ણય લેવાશે. ભંગારનાં વાહનોનું વેચાણ કરીને 20 લાખ કરતા વધુની આવક કરાશે આ ઉપરાંત રૂ. 1,98,16,917ના ખર્ચે 51-એમએલડી રૈયા એસટીપી અને રીટ્રેડ વોટર પમ્પિંગ સ્ટેશનનું 2 વર્ષ માટે કોમ્પ્રેહેન્સીવ ઓપરેશન અને મેઇટેનન્સના કામની દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી હતી. આમ, આજની બેઠકમાં કુલ 13 દરખાસ્તોમાંથી મોટાભાગની દરખાસ્તોમાં કાપ મુકી અથવા પેન્ડિંગ રાખીને પ્રજાના નાણાંનો વ્યય થતો અટકાવવામાં આવ્યો છે. એટલું જ નહીં ભંગારનાં વાહનોનું વેચાણ કરીને રૂ. 20 લાખ કરતા વધુની આવક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આજની બેઠકમાં 51-MLD રૈયા STP તેમજ ટ્રીટેડ વોટર પંપિંગ સ્ટેશનનું 2 વર્ષનું કામ મંજુર કરાયું છે. જ્યારે ડ્રેનેજ શાખા માટે સક્શન મશીન ખરીદવા મંજૂરી અપાઈ છે. તેમજ વોર્ડ નંબર 12નાં રસુલપરામાં પ્રાર્થના ખંડ બનાવવા સહિતના જરૂરી કામો મંજુર કરી દેવામાં આવ્યા છે. આમ આજની સ્ટેન્ડિંગમાં રાજ્ય સરકારના આદેશ મુજબ ખોટા ખર્ચાઓ પર કાપ મૂકી જરૂરી ખર્ચ મંજુર કરાયા છે. એટલું જ નહીં લાંબા સમયે પ્રથમવાર રૂ. 20 લાખની આવક ઉભી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પૂર્વ મેયર જનક કોટકને શ્રદ્ધાંજલિ અપાઈ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની ઔપચારિક બેઠક શરૂ થાય તે પૂર્વે જ રાજકોટના પૂર્વ મેયર જનક કોટકના અચાનક અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બે દિવસ પહેલા તેમનું નિધન થયું હોવાથી, આજે મળેલી બેઠકમાં ચેરમેન પરેશ પીપળીયા, સમિતિના તમામ સભ્યો અને ઉપસ્થિત અધિકારીઓએ બેઠકની શરૂઆત કરતાં પહેલાં 2 મિનિટનું મૌન પાળીને સ્વ. જનક કોટકને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    VNSGU માં ચાર કર્મચારીઓ નિવૃત્ત થતા વિદાય સમારોહ:કર્મચારીઓને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા
    Next Article
    રાહી ફાઉન્ડેશન, ગ્રેટ વેવ ટ્રસ્ટ દ્વારા 600 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય:બહેરામપુરા મ્યુનિ. શાળાના જરૂરિયાતમંદ બાળકોને ચોપડા, સ્ટેશનરી કીટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment