Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ જિલ્લાના 22 મંદિરોમાં ચોરી કરનાર ગેંગના 4 સભ્યો પકડાયા:પોલીસે 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, મંદિરોમાં દર્શન કરવાના બહાને જઈને રેકી કરતા હતા

    12 hours ago

    પાટણ LCB ટીમે મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના મંદિરોમાં ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 4 સભ્યોને પકડ્યા છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, વાહનો અને મોબાઈલ સહિત કુલ 6,70,584 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોરીની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે પોલીસને બાતમી મળી હતી કે, એક ઈક્કો ગાડીમાં કેટલાક લોકો ચોરીનો સામાન વેચવા પાટણ આવી રહ્યા હતા. પોલીસે વોચ ગોઠવી આ વાહનને રોક્યું અને ચાર લોકોને ચાંદીના છત્તર તથા અન્ય સામાન સાથે પકડી પાડ્યા. DYSP પરેશ રેણુકાએ જણાવ્યું કે, પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું છે. તેઓ દિવસ દરમિયાન મંદિરોમાં દર્શન કરવાના બહાને જઈને રેકી કરતા હતા. પછી એકલતાનો લાભ લઈને સોના-ચાંદીના દાગીના અને છત્તર ચોરી લેતા હતા. આ ગેંગ છેલ્લા એક મહિનાથી સક્રિય હતી અને પાટણ, મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાના કુલ 22 મંદિરોમાં ચોરી કરી હતી. આ ચોરીઓ અંગે સરસ્વતી અને ગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમો હેઠળ ગુના નોંધાયા છે. પોલીસે પકડેલા આરોપીઓના નામ આનંદકુમાર અંબાલાલ નાયક, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી ઠાકોર, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ નાયક અને જનકકુમાર ઉર્ફે ટીનો કાંતીલાલ નાયક છે. આ બધા આરોપીઓ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2,55,084 રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 3,00,000 રૂપિયાની ઈક્કો ગાડી, 1,00,000 રૂપિયાની CNG રિક્ષા અને 15,500 રૂપિયાના 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે સરસ્વતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા:15 સ્કૂલોની 18 ટીમોએ ભાગ લીધો, રાષ્ટ્રભક્તિ અને સ્વદેશી ચેતના જગાડવાનો હેતુ
    Next Article
    Jyotika Shares Loved-Up Pics From Christian Wedding Ceremony With Suriya, Thanks Friends For Making Their 'Dream Come True'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment