Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    22 સેકન્ડમાં 36 ફટકા મારી હત્યા, CCTV:અમદાવાદમાં 4 અસામાજિક તત્વો પાઇપ-ધોકા લઈ શખસ પર તૂટી પડ્યા, હોસ્પિટલમાં દમ તોડ્યો

    8 hours ago

    અમદાવાદ શહેરના જીવરાજબ્રિજ નીચે હત્યાનો બનાવ બન્યો છે. ગઇકાલે(2 મે) ચાર અસામાજિક તત્વોએ ભેગા મળીને લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી એક શખસને ઇજાગ્રસ્ત કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 4 અસામાજિક તત્વો 22 સેકન્ડમાં લોખંડની પાઇપ અને ધોકાના 36 ફટકા મારે છે. સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પુત્ર કિટલી પર બેઠો હતો ત્યારે પિતા પર હુમલાની જાણ થઈ સેટેલાઈટમાં રહેતા કૌશિક પરમાર નામના 25 વર્ષીય યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા નટુભાઈ પરમાર પ્લમ્બિંગનું કામ કરે છે. ગઈકાલે રાતે કૌશિક ચાની કિટલી પર બેઠો હતો ત્યારે તેના મિત્રએ જણાવ્યું હતું કે તેના પિતા નટુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જેથી કૌશિક સ્થળ પર પહોંચ્યો હતો જે બાદ રિક્ષામાં કૌશિકના પિતા નટુભાઈને સારવાર માટે સેટેલાઈટની પારેખ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા-શરીરના ભાગે માર માર્યો પારેખ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નટુભાઈનું મોત થયું હતું. નટુભાઈ પર કનુ ઉર્ફે કાંતિ, હસમુખ, કેતન અને અન્ય બે શખ્સોએ ભેગા મળીને જીવરાજબ્રિજની નીચે બાપાસીતારામ મોબાઇલ શોપની પાસે લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા અને શરીરના ભાગે માર માર્યો હતો. હુમલાના કારણ અંગે તપાસ આ બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નટુભાઈ પર કયા કારણથી હુમલો કરવામાં આવ્યો તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    Kapil Sharma warned Samay Raina 24 hours before India’s Got Latent row: ‘Something bad’s going to happen’
    Next Article
    સુરેન્દ્રનગરમાં રહેણાક મકાનમાંથી દારૂ ઝડપાયો:LCBએ ₹46,648ના મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment