Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રના ડેમોમાં ઉનાળાના પ્રારંભે જ પાણી ખૂટ્યા:દેવભૂમિ દ્વારકામાં 22 ટકા, સુરેન્દ્રનગરમાં 35 ટકા, જામનગરમાં 38 ટકા, રાજકોટના જળાશયોમાં 53 ટકા પાણી

    12 hours ago

    સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆતમાં જ જળાશયો ખાલી થવા લાગ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા સૌરાષ્ટ્રના પાંચ માંથી માત્ર રાજકોટ અને મોરબી જિલ્લામાં 50% પાણી ભરેલું છે. સૌથી ઓછું દ્વારકા જિલ્લાના જળાશયોમાં 22 ટકા પાણી છે. જ્યારે જામનગર જિલ્લાના જળાશયોમાં 38 ટકા તો સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35 ટકા પાણી છે. જેથી હવે સૌરાષ્ટ્રના લોકોને પીવાનું પાણી પૂરું પાડવું હોય તો અત્યારથી જ સૌની યોજનાનો આશરો લેવો પડે તેવી પરિસ્થિતિ છે. કયા જિલ્લાના ડેમોમાં કેટલો પાણીનો જથ્થો? રાજકોટ જિલ્લા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર યશ વેગડે જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ડેમોની સ્થિતિ અંગે ડેટા કલેક્શનની કામગીરી ચાલુ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 22 ટકા, જામનગરમાં 38 ટકા, મોરબીમાં 50 ટકા, રાજકોટમાં 53 ટકા અને સુરેન્દ્રનગરમાં 40 ટકા ડેમો ભરેલા છે. સિંચાઈ માટેનું પાણી ડેમોમાંથી આપવામાં આવે છે જ્યારે પીવાના પાણી માટે બાકીના ડેમો રિઝર્વ રાખવામાં આવેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત જરૂરિયાત મુજબ ડેમોમાં પાણી ઠલવવામાં આવે છે. આજી 1,2,3 અને ભાદર - 1 ડેમ પર વોટર સપ્લાય માટે આધાર રાખવાનો હોય છે. આ ઉપરાંત છે. આ ઉપરાંત કરમાડ ડેમમાં 18.43 ટકા, ઈશ્વર્યા ડેમમાં 9.33 ટકા, કરણુકી ડેમમાં 13.93 ટકા, ગોંડલી ડેમમાં 11.37 ટકા, વાછપરી ડેમમાં 29.58 ટકા, વેરી ડેમમાં 59.26 ટકા, ભાદર ડેમમાં 49.17 ટકા, સુર્વો ડેમમાં 59.71 ટકા, મોતીસર ડેમમાં 36.05 ટકા, કબીર સરોવર ડેમમાં 12.17 ટકા પાણી છે.આ ઉપરાંત છાપરવાળી 2 ડેમમાં, 26.9 ટકા, ફોફળ એક ડેમમા 56.74 ટકા, ભાદર 2 ડેમમાં 74.41 ટકા, સોડવદર ડેમમાં 39.05 ટકા, મોજ ડેમમાં 43.25 ટકા, ન્યારી એક ડેમમાં 65.19 ટકા, ન્યારી 2 ડેમમાં 57.39 ટકા, ડોંડી ડેમમાં 54.74 ટકા, આજી એક ડેમમાં 79.11 ટકા, લાલપરી ડેમમાં 87.48 ટકા, આજી 2 ડેમમાં 91.11%, આજી 3 ડેમમાં 56.28 ટકા, ખોડાપીપર ડેમમાં 70.67 ટકા જ્યારે ફાડદંગ બેટી ડેમમાં 40.56 ટકા પાણી છે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલાને કાયમી પાણીનો સ્ત્રોત મળ્યો:શેલ દેદુમલ ડેમમાંથી હવે રોજનું 80 લાખ લિટર પીવાનું પાણી મળશે, ઐતિહાસિક નિર્ણયથી શહેરીજનોમાં ખુશી
    Next Article
    સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલતમાં 2 ડોક્ટર-એન્જિનિયર ઝડપાયા:મિત્રના લગ્નમાં અમદાવાદથી ગાડી લઈને આવ્યા'તા, રસ્તામાં નશો કર્યો; મહિલા પોલીસકર્મી સાથે જીભાજોડી કરી, VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment