Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવામાન વિભાગની આગાહી:22 કિમીના પવન વચ્ચે ગરમી 33.3 ડિગ્રી, 9-10 મેએ હીટવેવ

    2 days ago

    શહેરમાં હાલ દક્ષિણ પશ્ચિમ દિશાથી ફૂંકાતા દરિયાઈ પવનને કારણે ગરમીમાંથી સામાન્ય રાહત મળી છે. હવામાન વિભાગ અનુસાર, સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી અને લઘુતમ 28.6 ડિગ્રી નોંધાયું હતું. રવિવાર કરતા મહત્તમમાં 0.1 ડિગ્રી અને લઘુતમમાં 0.2 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થયો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 74 ટકા અને સાંજે 71 ટકા રહ્યું હતું. હાલમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી સરેરાશ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી શહેરનું મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. જો કે, ત્યારબાદ દરિયાઈ પવન નબળા પડતાં શહેરમાં ગરમીનું જોર વધશે. ખાસ કરીને આગામી 9 અને 10 મેના રોજ રાજ્યભરના દરિયા કાંઠાના વિસ્તારોમાં વાતાવરણ વધુ ગરમ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેને કારણે સુરત સહિતનાં શહેરોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે દિલ્હી અને ચેન્નઈ વચ્ચે મેચ:કેપિટલ્સ ગત હારનો હિસાબ બરાબર કરવા ઉતરશે; ગાયકવાડ ફોર્મમાં પરત ફર્યો
    Next Article
    ચેમ્બરના ઉપપ્રમુખની ચૂંટણી:8 મે સુધી ફોર્મ ભરી શકાશે, 24 મેએ મતદાન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment