Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 22 કેન્દ્રો પર 10 હજારથી વધુ ઉમેદવારોની NEETની પરીક્ષા:દિલ્હીથી CISFની ટુકડીઓ સુરતમાં તૈનાત, એકઝામ સેન્ટરોની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

    1 day ago

    દેશભરની સરકારી અને ખાનગી તબીબી કોલેજોમાં MBBS, BDS તેમજ આયુષ (AYUSH) જેવા પ્રતિષ્ઠિત સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા 'NEET-UG 2026' આવતીકાલે એટલે કે તારીખ 21 જૂન, 2026ના રોજ યોજાવા જઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાં આ પરીક્ષાના સુચારૂ, પારદર્શક અને શાંતિપૂર્ણ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દેશના લાખો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ તબીબી શિક્ષણના મુખ્ય દ્વાર સમાન આ પરીક્ષા સુરત જિલ્લાના વિવિધ કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લેવાશે. 22 કેન્દ્રો પર 10 હજારથી વધુ ઉમેદવારોની પરીક્ષા સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આ વર્ષે સુરત જિલ્લામાંથી કુલ 10,301 ઉમેદવારો NEET-UG પરીક્ષામાં ભાગ લેવાના છે. આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓની સુવિધા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેર અને જિલ્લામાં કુલ ૨૨ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો સુધી પરીક્ષા સામગ્રી પહોંચાડવા તેમજ નિરીક્ષણ માટે ખાસ 22 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. બ્લોક વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ આજે પરીક્ષાના આગલા દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના સીટ નંબર, બ્લોક વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, જેથી પરીક્ષાના દિવસે કેન્દ્ર શોધવામાં કે બ્લોક સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી કે વિલંબ ન થાય. તમામ સેન્ટરો પર વહીવટી તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા અને અન્ય માળખાકીય સુવિધાઓની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દિલ્હીથી CISFની ટુકડીઓ સુરતમાં તૈનાત પરીક્ષાની સંવેદનશીલતા, ગોપનીયતા અને રાષ્ટ્રીય મહત્વને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શી રીતે સંપન્ન થાય તે માટે સ્થાનિક પોલીસ દળની સાથે-સાથે કેન્દ્રીય સુરક્ષા એજન્સીની મદદ લેવાઈ છે. આ પરીક્ષા માટે ખાસ દિલ્હીથી 'સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ' (CISF) ના જવાનોને સુરત ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. CISF ના આ જવાનો પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવામાં, કેન્દ્રોના મુખ્ય દ્વારો પર કડક સુરક્ષા તપાસ કરવામાં અને કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સ્થાનિક પોલીસ અને ટ્રાફિકનું વિશેષ આયોજન જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ સુરતના તમામ 22 પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પી.એસ.આઈ. (PSI) કક્ષાના અધિકારીઓ અને તેમની ટીમોને વિવિધ કેન્દ્રો અને સંવેદનશીલ રૂટો પર પેટ્રોલિંગની જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ અને વાલીઓના વાહનોને કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડાયવર્ઝન અને કંટ્રોલ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જવાનો સતત હાજર રહેશે. 'ડર કે ગભરાટ વિના શાંત અને સકારાત્મક ચિત્તે પરીક્ષા આપો', કલેક્ટરનો સંદેશ સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સુરત જિલ્લાના તમામ 10,301 પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાઓ માટે આ એક મહત્વપૂર્ણ તક છે. વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન જે સખત પરિશ્રમ કર્યો છે, તેને હવે આત્મવિશ્વાસ સાથે રજૂ કરવાનો સમય આવ્યો છે. કોઈ પણ પ્રકારના માનસિક તણાવ, ડર કે ગભરાટ વિના શાંત અને સકારાત્મક ચિત્તે પરીક્ષા આપો. વધુમાં તેમણે વાલીઓને પણ અપીલ કરી છે કે તેઓ બાળકો પર બિનજરૂરી દબાણ ન લાવે અને પરીક્ષાના દિવસે તમામ જરૂરી દસ્તાવેજો જેવા કે હોલ ટિકિટ, આઈડી પ્રૂફ અને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબની સામગ્રી સાથે રાખી સમયસર કેન્દ્ર પર પહોંચે. વિવિધ સરકારી વિભાગો વચ્ચે અદભુત સંકલન જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા DGVCL, Torrent Power, GSRTC, આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા તેમજ અન્ય સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે, પરિવહન વ્યવસ્થા સુચારૂ રહે, સ્વચ્છતા તથા અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રોની પૂર્વ તૈયારીઓ, માનવબળની ગોઠવણ, બેઠક વ્યવસ્થા, પરીક્ષા સંબંધિત માર્ગદર્શિકાનું પાલન તથા ઉમેદવારો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર આયોજનનું સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષાના સફળ આયોજન માટે શિક્ષણ વિભાગ, કલેક્ટર કચેરી તથા પોલીસ વિભાગ સંયુક્ત રીતે કાર્યરત છે. 1:30 વાગ્યા પછી નો-એન્ટ્રી NEET-UG 2026ની પરીક્ષાનો સત્તાવાર સમય બપોરે 02:00 વાગ્યાથી સાંજે 05:15 વાગ્યા સુધીનો રહેશે. જોકે, રાષ્ટ્રીય સ્તરની આ પરીક્ષાના કડક નિયમોને આધીન ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાનો સમય સવારે 11:00 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓ અને પરીક્ષાર્થીઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ બપોરે 01:30 વાગ્યા પહેલાં જે-તે કેન્દ્રની અંદર પ્રવેશ મેળવી લે. બપોરે 01:30 વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં કે કોઈ પણ કારણોસર એક પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની મંજૂરી મળશે નહીં. સમયની આ ચુસ્તતાને કારણે વિદ્યાર્થીઓને વહેલી સવારે જ કેન્દ્ર પર પહોંચી જવા અપીલ કરાઈ છે. નેગેટિવ માર્કિંગની આ જોગવાઈ NEET (UG)-2026 પરીક્ષા કુલ 180 પ્રશ્નો અને 720 ગુણની રહેશે. જેમાં ભૌતિકશાસ્ત્રના 45 પ્રશ્નો (180 ગુણ), રસાયણશાસ્ત્રના 45 પ્રશ્નો (180 ગુણ) તથા જીવવિજ્ઞાનના 90 પ્રશ્નો (360 ગુણ)નો સમાવેશ થાય છે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને ખોટા જવાબ માટે 1 ગુણની નેગેટિવ માર્કિંગની જોગવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દરેડ GIDC ના ઉદ્યોગકારોનો અનોખો સેવાયજ્ઞ:કેરી વેચી નફાથી ગરીબ બાળકો અને વૃદ્ધોને મદદ કરાઈ
    Next Article
    પાંચ ફરાર આરોપી ઝડપાયા:પેરોલ ફર્લો સ્કવોડે વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment