Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:216 કરોડના ખર્ચે સરકારી કર્મચારીઓ માટે 10 ટાવરમાં 560 ફ્લેટ બનાવાશે

    7 hours ago

    પાટનગર ગાંધીનગરમાં છેલ્લા પાંચ દાયકાથી ઊભેલા સરકારી કર્મચારીઓના આવાસો હવે જર્જરિત હાલતમાં પહોંચી જતાં ભયજનક જાહેર કરાયા બાદ તંત્ર દ્વારા તેમને તોડી પાડવામાં આવી રહ્યા છે. બીજીતરફ હાલમાં પ્રવર્તી રહેલી સરકારી આવાસોની અછતને પહોંચી વળવા માટે નવા આવાસ બનાવવા પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે 216.18 કરોડ રૂપિયાના માતબર ખર્ચે શહેરમાં ચ અને છ ટાઇપના 560 સરકારી આવાસ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. દોઢ જ વર્ષમાં આ તમામ 560 આવાસ તૈયાર કરી દેવાના લક્ષ્યાંક સાથે તૈયારી કરવામાં આવી છે. ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં ચ પ્રકારના પાંચ ટાવરમાં 280 ક્વાર્ટર્સ તથા છ પ્રકારના પાંચ ટાવરમાં 280 ક્વાર્ટર્સ મળી કુલ 560 નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. ક્યા સેક્ટરમાં નવી ટાવરટાઇપ કોલોની બનાવવી તે અંગે સરકાર સાથે પરામર્શ બાદ આખરી નિર્ણય લેવાશે. જોકે, હાલ સેક્ટર-28માં આ આવાસ બને તેવી શક્યતા વધુ જણાઇ રહી છે.હાલ શહેરમાં સરકારી આવાસની તિવ્ર અછત છે. બાંધકામની સંપૂર્ણ પ્રક્રિયા બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ ટેક્નોલોજીથી થશે બાંધકામ કામગીરીની સંપૂર્ણ પ્રક્રિયા BIM (બિલ્ડિંગ ઈન્ફોર્મેશન મોડેલિંગ) ટેકનોલોજી આધારિત કરાશે, જેમાં આર્કિટેક્ચરલ, સ્ટ્રક્ચરલ અને MEP સેવાઓનું સંકલિત મોડેલિંગ કરાશે. પ્રોજેક્ટના આયોજન અને દેખરેખ માટે પ્રિમાવેરા P6 જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરાશે, જ્યારે તમામ મુખ્ય બાંધકામ તબક્કાઓની ડ્રોન દ્વારા ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પણ કરાશે. ખાસ ટેક્નોલોજીથી મટિરિયલની ગુણવત્તા ચકાસાશે પ્રોજેક્ટમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. બાંધકામ સ્થળ પર જ એર-કન્ડિશન્ડ મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી ઊભી કરવામાં આવશે, જ્યાં લેસર ડિસ્ટન્સ મીટર, ડિજિટલ કેમેરા, ઓટોમેટિક રોટરી લેસર જેવા અદ્યતન સાધનો વસાવવામાં આવશે. ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન લેવાશે આ સમગ્ર પ્રોજેક્ટને IGBC ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન અપાવવાનું પણ આયોજન છે, જેના માટે પ્રમાણિત ગ્રીન બિલ્ડિંગ પ્રોફેશનલની નિમણૂક ફરજિયાત કરવામાં આવી છે. દિવ્યાંગો માટે સુલભ સુવિધાઓ ઊભી થાય તે માટે ડિસેબિલિટી કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરાશે.
    Click here to Read More
    Previous Article
    600 કિશોરીઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાઇ:રસીનો પ્રથમ જથ્થો પૂરો ન વપરાતા વધારાના જથ્થાની દરખાસ્ત રદ
    Next Article
    51 साल पुराना गाना, पूरे देश को बताई मां संतोषी की अपार महिमा, लता मंगेशकर की बहन ने दी थी आवाज, आज भी जागरण और कीर्तन की शान है ये भक्ति गीत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment