Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડો રૂપિયાનું ગેરકાયદેસર બાયોડીઝલ નેટવર્ક ઝડપાયું:ગેરકાયદેસર બાયોડીઝલના રેકેટ પર ત્રાટકી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ, જૂનાગઢ જિલ્લામાંથી 2.13 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 8 આરોપીઓ ઝડપાયા, 5 વોન્ટેડ

    3 days ago

    ​ગુજરાત રાજ્યમાં ચાલતી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો સતત કડક કાર્યવાહી કરી રહી છે. આ જ ઝુંબેશના ભાગરૂપે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડીઝલના નામે ચાલતા ભેળસેળયુક્ત અને ગેરકાયદેસર બાયોડીઝલના એક બહુ મોટા નેટવર્ક પર ત્રાટકીને દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસની જુદી-જુદી ટીમોએ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી કુલ 3 જેટલી અલગ-અલગ જગ્યાઓ પર એકસાથે ઓચિંતી રેડ પાડીને અંદાજે બે કરોડ તેર લાખ રૂપિયાથી પણ વધુની કિંમતનો બાયોડીઝલ તેમજ અન્ય સાધન-સામગ્રી સહિતનો વિપુલ પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. ​આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા પોલીસે જૂનાગઢના જુદા-જુદા વિસ્તારોમાં ધમધમતા શંકાસ્પદ બાયોડીઝલના અડ્ડાઓ, ગોડાઉન અને ટ્રાન્સપોર્ટની જગ્યાઓ પર સપાટો બોલાવીને કુલ 30,970 લીટર ડીઝલના નામે ભળતું શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ઝડપી લીધું છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 28,21,130/- જેટલી થાય છે. આ ઉપરાંત રેડ દરમિયાન સ્થળ પરથી 15 જેટલા મોટા વાહનો જેમાં ટ્રક, આઈસર અને બસનો સમાવેશ થાય છે તે ગુનાના કામે જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ ભેળસેળવાળા પ્રવાહીની હેરફેર અને વેચાણ માટે ઉપયોગમાં લેવાતી 7 નંગ ઇલેક્ટ્રિક મોટર, 9 લિક્વિડ સ્ટોરેજ ટાંકાઓ, રૂપિયા 58,250/- ની રોકડ રકમ, 5 નંગ મોબાઈલ ફોન તથા પાઇપો, કેરબા, માપિયા, કેલ્ક્યુલેટર અને ડી.વી.આર. જેવી તમામ સામગ્રી મળીને કુલ રૂપિયા 2,13,48,880/- નો મુદ્દામાલ પોલીસે પોતાના હસ્તક લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી આ કાળા કારોબારમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ રેકેટ ચલાવતા અને માલ પૂરો પાડતા અન્ય 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ​સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી આ દરોડાની પ્રથમ રેડ ગડુ ગામથી માળિયા જવાના રસ્તા ઉપર આવેલા ભવાની કોમ્પ્લેક્ષમાં, શિવકૃપા ટ્રેડર્સના શેડ નંબર 3 અને 4 ખાતે કરવામાં આવી હતી. આ ચોક્કસ સ્થળેથી પોલીસને ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 18,300 લીટર, 3 ઇલેક્ટ્રિક મોટર, 2 ડિસ્પેન્સર મશીન, 4 વાહનો, 5 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂપિયા 14,500/-, 1 મોબાઈલ તથા પાઇપો, કેરબા અને માપિયા મળીને કુલ રૂપિયા 51,78,560/- નો મુદ્દામાલ મળ્યો હતો જે જપ્ત કરાયો છે. આ પ્રથમ દરોડામાં સ્થળ પરથી વાહનોમાં જ્વલનશીલ પ્રવાહીનું ફ્યુલીંગ કરતા શાહીલખા રહીમખા લીગારી અને અર્જુનકુમાર મેરૂભાઈ ગલચરની ધરપકડ કરાઈ છે, તેમજ વાહનમાં ફ્યુલ ભરાવવા આવેલા ડ્રાઈવર નરેશકુમાર કરશનભાઈ ડાભી અને રાજુભાઈ હાથાભાઈ રાડાને પણ પોલીસે ઝડપી લીધા છે, જ્યારે જ્વલનશીલ પ્રવાહીનો ગેરકાયદે વેપાર કરનાર મુખ્ય આરોપી પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ નાથાભાઈ સોલંકી અને ગેરકાયદે જથ્થો પૂરો પાડનાર અજાણ્યો ઇસમ એમ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. ​આ ઓપરેશન અંતર્ગત બીજી રેડ માળિયા (હાટીના) તાલુકાના ગડુ ખાતે, ગડુ-ચોરવાડ હાઈવે પર આવેલી વૃંદાવન હોટલની બિલકુલ બાજુમાં 'રાધે એન્ટરપ્રાઈઝ' નામના અડ્ડા પર કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 10,070 લીટર, 2 ઇલેક્ટ્રિક મોટર, 2 ડિસ્પેન્સર મશીન, 2 વાહનો, 2 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂપિયા 39,250/-, 2 નંગ મોબાઈલ ફોન તથા પાઇપો, કેરબા, માપિયા અને કેલ્ક્યુલેટર મળી કુલ રૂપિયા 27,38,820/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જગ્યાએથી વાહનોમાં પ્રવાહી ફ્યુલીંગ કરનાર આરોપી ફારૂક ગુલમહમદ દલ અને વાહનમાં ઇંધણ ભરવા આવેલા ડ્રાઈવર લાખાભાઈ રાજાભાઈ કોડિયાતરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરનાર મુખ્ય આરોપી ગૌતમભાઈ લખમણભાઈ કારેથા, ભરતભાઈ બાબુભાઈ કોરીયા અને ગેરકાયદેસર વેપાર કરનાર સંચાલક અનવર સીલેમાન હોઠી એમ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર નાસતા ફરતા હોય તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ​જ્યારે ત્રીજી મોટી રેડ માણાવદર વિસ્તારમાં મીતડી રોડ પર આવેલા તિલક ચેમ્બરના નિલકંઠ ટ્રાન્સપોર્ટ ખાતે કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસને ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 2,600 લીટર, 2 ઇલેક્ટ્રિક મોટર, 1 ડિસ્પેન્સર મશીન, 13 જેટલા વાહનો, 2 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂપિયા 4,500/-, 2 નંગ મોબાઈલ તથા ડી.વી.આર., પાઇપો અને કેરબા મળીને કુલ રૂપિયા 1,34,31,500/- નો અધધ મુદ્દામાલ કબજે કરવામાં ભારે સફળતા મળી છે. અહીંથી આ જ્વલનશીલ પ્રવાહી ઇંધણ તરીકે વેચાણ કરનાર મુખ્ય આરોપી સોમીલભાઈ ગોપાલભાઈ ભીમાણી અને વાહનમાં બળતણ ભરાવવા આવેલા આરોપી જીતેશ પ્રભુદાસ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ નેટવર્કના મૂળિયાં ઘણા ઊંડા હોવાથી આગામી તપાસમાં જે પણ અન્ય મુખ્ય ઓપરેટર્સ કે સપ્લાયરોના નામ ખુલશે તે તમામ સામે કડક કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પોલીસ રથયાત્રામાં વ્યસ્ત રહી ને મા-દીકરાએ 9ને મોત આપ્યું:બ્લાસ્ટથી 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરીમાં ભાગ દોડના CCTV, ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી દેવાયું
    Next Article
    રાજકોટમાં મંદિરમાં ભક્તોને નિશાન બનાવતા ચોર:રણુજા મંદિરમાં વૃધ્ધાનો રૂ.1 લાખનો સોનાનો ચેન, બાલાજી મંદિરમાં બાળકના ગળામાંથી પેન્ડલ સેરવી લેવાયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment