Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​રૂ.21.26 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત:કમ્પાઉન્ડ વોલ, આર.સી.સી. રોડ, બિટુમીન પેવર રોડ, ડ્રેનેજ અને પાણીની લાઇનનું નેટવર્ક ડેવલપ કરવાના કાર્યોનું પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

    9 hours ago

    પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાના વરદ્ હસ્તે જનસુખાકારીના વિવિધ પ્રકલ્પો ખૂલ્લા મૂકવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત ઇકો-ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસો તેમજ SJMMSVY, ICDS વિભાગ, હેલ્થ વિભાગ, અમૃત 2.0 તથા ધારાસભ્યની ખાસ મરમત ગ્રાન્ટ હેઠળ કુલ રૂ.21.26 કરોડના ખર્ચે જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા વરદ્ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યોઓમાં સુભાષનગર PHC બનાવવાનું કામ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તરસમીયા ગામ ખાતે ESR તથા SUMP બનાવવાનું કામ લોકાર્પણ કર્યું હતું, ભાવનગર શહેરમાં તરસમીયા મોક્ષ મંદિર કમ્પાઉન્ડ વોલ તથા એપ્રોચ આર.સી.સી. રોડ, ગજેબા અને સ્ટોરેજ રૂફ બનાવવાનું કામ સહિતના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તરસમીયા આંગણવાડી કેન્દ્રમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ખાતમુહૂર્ત, તરસમીયા ટી.પી.એસ.23 માં ખુલ્લા થયેલા ટી.પી. રસ્તાઓ પર ડી.આઈ. પાણીની લાઇનનું નેટવર્ક ડેવલપ કરવાનું કામ અને નવી બનતી એકવાડા ઈ.એસ.આર. માટે રાઇઝિંગ લાઇન નાખવાનું કામ ખાતમુહૂર્ત, ઉત્તર સરદારનગર - તરસમીયા વોર્ડમાં તરસમીયા કોમ્યુનિટી હોલ પાસેથી ખારસી તરફ સ્ટ્રોમ લાઇન નાખવાનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સાંજે કરચલીયા પરા વોર્ડમાં ખેડુતવાસ, રૂવાપરી રોડ, પ્લોટ નં.22 માં આંગણવાડી (નંદઘર) બનાવવાનું ખાતમુહૂર્ત, રૂવાપરી ચોક થી જુના બંદર તરફ રેલવેના પાટાને સમાંતર બિટુમીન પેવર રોડનું ખાતમુહૂર્ત તથા પી.એમ.ઈ. બસ અંતર્ગત બસોનું લોકાર્પણ સહિતના તમામ વિકાસ કાર્યોથી ભાવનગર શહેરની જનસંખ્યાને આરોગ્ય, પરિવહન, પાણી પુરવઠોની માળખાકીય સુવિધાઓનો મોટો લાભ મળશે. આ અંગે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા એ જણાવ્યું હતું કે, ભાવનગર પૂર્વ વિધાનસભામાં પહેલા ઘોઘા સર્કલ વોર્ડમાં અમે પીએચસી સેન્ટરનું લોકાર્પણ કર્યું છે ત્યારબાદ ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડમાં અમે લોકો સંપનું ટોટલ 11 કરોડનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પહેલા 50 હજાર લીટર પાણીની ટાંકી હતી જ્યારે હવે અહીંયા નવી ટાંકી ૧૫ લાખ લીટર બનાવી છે જેથી આ વિસ્તારના લોકોને પાણી મળશે અને સંગ્રહ થશે અને આગળની યોજના કારણ કે અહીંયા ટીપી ખુલી રહી છે ટીપી સ્કીમો એટલે ભવિષ્યમાં પણ પાણીની સમસ્યા ન રહે એટલે અગાઉથી જ તે આપણે અહીંયા એ રીતની વ્યવસ્થા કરી છે, ત્યારબાદ આજે સાંજે કરચલિયા પરામાં પણ જવાના છીએ. ત્યાં પણ ત્યાની પીએમ ઈ બસોનું લોકાર્પણ, રસ્તાનું ખાતમુહૂર્ત, લોકાર્પણ બધું થવાનું છે એટલે પૂર્વ વિધાનસભામાં લોક સુખાકારીના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ થવાના છે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા, કોર્પોરેટરો, ગામના આગેવાનો તેમજ અન્ય પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    શાહ જંતર-મંતર લાઠીચાર્જ મામલે સંસદમાં જવાબ આપશે:વિપક્ષ નિવેદનની માંગ પર મક્કમ, રિજિજુ બોલ્યા- શાહ બોલે ત્યારે શાંતિથી સાંભળે વિપક્ષ
    Next Article
    ‘ખેડૂત હાર્યો તો દેશ હાર્યો’:મોરબીના જેતપરની દીકરીઓએ વીજકંપની સામે ખેડૂત સંઘર્ષનું નાટક ભજવ્યું, 3 મહિનાનો ઘટનાક્રમ જીવંત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment