Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીણાવાડામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા:રૂ.21,130 રોકડ મુદ્દામાલ કબજે કરાયો

    2 days ago

    પોરબંદર: જુગારની પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહીના ભાગરૂપે, બગવદર પોલીસે રીણાવાડા ગામમાં દરોડો પાડ્યો હતો. જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 21,130 રૂપિયા રોકડા કબજે કર્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ એચ.ડી. સીસોદીયાને બાતમી મળી હતી. તેમને જાણવા મળ્યું કે રીણાવાડા ગામના રબારીકેડા વિસ્તારમાં કચરા પરબતભાઈ મોઢવાડીયાના મકાન પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે કેટલાક લોકો પૈસા-પાનાથી જુગાર રમી રહ્યા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કચરા પરબતભાઈ મોઢવાડીયા, રાજુ છગનભાઈ ઓડેદરા, પ્રતાપ પોપટભાઈ સુત્રેજા, રાહુલ કેશુભાઈ સુડાસમા અને રાજુ ભુરાભાઈ કુછડીયાને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સંતોકબેન જયમલભાઈ ઓડેદરા, મધુબેન કરશનભાઈ કુછડીયા અને રૂપીબેન લાખાભાઈ ઓડેદરાને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર મામલે બગવદર પોલીસે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની કંપની સાથે 37.16 લાખની છેતરપિંડી:વાલ્વના વેપારના નામે 24.38 લાખનો માલ કે રૂપિયા પાછા ન આપ્યા, મુંબઈના બે શખ્સ સામે ફરિયાદ
    Next Article
    હોર્ન વગાડવા-ઓવરટેક મુદ્દે દંપતી સાથે મારામારી કરનાર 5 ઝડપાયા:વડોદરામાં જાહેર રોડ પર બોલાચાલી બાદ પાંચેયે મળીને દંપતી સાથે ઝઘડો કરી મારામારી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment