Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 211 પરીક્ષા કેન્દ્રો પર Re-NEETની એક્ઝામ:વડોદરામાં 100 કિમી દૂરથી આવેલા વિદ્યાર્થી પાસે LC માગ્યું, સાઈઝમાં ફોટા ના હોવાથી વિદ્યાર્થીઓને દોડાવ્યા

    1 day ago

    NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા છે. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી હોય જાણે તંત્રની પણ પરીક્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરીક્ષા કેન્દ્રો અંદર વિદ્યાર્થીઓને 11 વાગ્યેથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓના આધાર અને ફોર્મમાં નામમાં મિસ મેચ થતાં પહેલીવાર LC માગવામાં આવ્યા છે, તેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વડોદરામાં આધાર અને ફોર્મમાં નામમાં મિસ મેચ થતાં વિદ્યાર્થીઓ પાસે એલસી માગવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, બોડેલીથી આવેલા વિદ્યાર્થી પાસે પણ ઓરિજિનલ એલસી માગવામાં આવ્યું હતું. સોહિલ ભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, મારી દીકરીને બેન અને બાનુ ડોક્યુમેન્ટમાં મિસ મેચ થતા ઓરિજનલ LC માંગ્યું હતું. અમે 100 કિમી બોડેલીથી આવ્યા છીએ. જો કે ભાસ્કરના અહેવાલ બાદ પરીક્ષા કેન્દ્રમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર લાવવા અને લઈ જવા માટેની જવાબદારી પ્રથમવાર CISFને સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ મુશ્કેલી વગર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી અને રેલવે વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાશે.
    Click here to Read More
    Previous Article
    આજે NEET રી-એક્ઝામ, વિદ્યાર્થીઓ કેન્દ્રો પર પહોંચવા લાગ્યા:ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- વિદ્યાર્થીઓ ડર્યા વીના પરીક્ષા આપે, 564 શહેરોમાં 5,440 કેન્દ્રો; હૈદરાબાદમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી
    Next Article
    રાજકોટમાં બેફામ કારે વૃદ્ધને મોપેડ સાથે ઉછાળ્યાં, CCTV:ભાગવામાં વધુ બે વાહનને ટક્કર મારી કાર સોસાયટીના બોર્ડમાં અથડાઇ; ફરાર કારચાલક સગીર હોવાની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment