Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સરકારી અનાજની દુકાનોમાં ગેરરીતિ સામે આવી:બે દુકાનોના પરવાના રદ, એકને 2.11 લાખનો દંડ ફટકારાયો

    10 hours ago

    નવસારી જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને મળતા સરકારી અનાજની વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા તંત્રએ ઝુંબેશ શરૂ કરી છે. કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ પુરવઠા કચેરીએ તપાસ કરી કાર્યવાહી કરી. તપાસમાં વાસંદાના હનુમાનબારી ગામે કૌશલકુમાર વી. દેસાઈની દુકાનમાં અનાજ જથ્થામાં ગેરરીતિ મળી. રૂ. 5.48 લાખનો દંડ કરી પરવાનો કાયમી રદ કરાયો. નવસારી શહેરના ઉદ્યોગનગર ખાતે દીપિકા એસ. લઘુદની દુકાનમાં પણ જથ્થામાં વધ-ઘટ જણાતા રૂ. 2.22 લાખથી વધુનો દંડ કરી પરવાનો કાયમી રદ કરાયો. નવસારી ગ્રામ્યના ગણેશ સિસોદ્રા ખાતે આશિષકુમાર બી. કાપડિયાની હંગામી દુકાનમાં પણ જથ્થામાં ઘટ જણાતા રૂ. 2.11 લાખથી વધુનો દંડ ફટકારાયો. આ કાર્યવાહીથી સરકારી અનાજના કાળાબજાર કરતા તત્વોમાં ચેતવણીનો માહોલ છે. પુરવઠા વિભાગે નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર યાર્ડમાં ચોમાસુ તલની પ્રથમ આવક:મણના 2251 રૂપિયા ભાવ બોલાયો, સોજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝે ખરીદી કરી
    Next Article
    Why China Wants Taiwan... And Why Invading It Is Almost Impossible | Xi Jinping

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment