Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ટામેટાં નીચે દારૂની હેરાફેરી ઝડપાઈ:પોલીસે 21.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી

    1 day ago

    બનાસકાંઠા રેન્જ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંડીસર-દાંતીવાડા રોડ પરથી ટામેટાંના કેરેટ નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 21.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ ચોકી નજીક વોચ દરમિયાન એક સફેદ રંગની પીકઅપ ડાલાને રોકીને તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ટામેટાં ભરેલા પ્લાસ્ટિકના કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1,905 બોટલ-ટીન દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત 10.95 લાખ રૂપિયા આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે પીકઅપ વાહન અને મોબાઇલ ફોન સહિત કુલ 21.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર તાલુકાના પાદર રબારીવાસના રહેવાસી રાજારામ કરમીરામ શામતીજી રબારી (ઉંમર 30)ની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS)ના માર્ગદર્શન હેઠળ એમ.એસ. રાણા, એસ.જે. પરમાર અને આર.એચ. ઝાલાના નિર્દેશ મુજબ રેન્જ પોલીસ ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. આરોપી સામે ગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કેફીપીણું પીવડાવી પતિને મારી પ્રેમીએ લાશ કારખાનામાં દાટી દીધી:જામનગરમાં 2 વર્ષ પહેલા પોલીસની ગુમનોંધનું‘રહસ્યમ’ હત્યામાં ખૂલ્યું, પ્રેમિકાને ત્રાસમાંથી છૂટકારો અપાવવા ખતરનાક પ્લાન ઘડ્યો
    Next Article
    Sooryavanshi Storms ICC T20I Rankings, Shubman Gill No.1 ODI Batter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment