Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જય સોમનાથના જયઘોષ સાથે શ્રવણ યાત્રાનો પ્રારંભ:કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પહેલથી 2100 બહેનો અને કાર્યકર્તાઓ ‘શ્રવણ યાત્રા’ અંતર્ગત ભાવનગરથી સોમનાથ મહાદેવનાં દર્શને રવાના

    2 days ago

    માતાઓ-બહેનોની સેવા એ સૌભાગ્ય અને સંસ્કારનું કાર્ય છે - કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય, ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પહેલથી ‘શ્રવણ યાત્રા’ અંતર્ગત ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારની 2100 બહેનો અને કાર્યકર્તાઓ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે રવાના થયાં હતાં. ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની શ્રવણ તીર્થ યોજના અંતર્ગત ભાવનગર-રાજકોટ રોડ પર ચિત્રા સ્થિત ૐ પાર્ટી પ્લોટ ખાતેથી યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં 40 બસોના કાફલાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, માતાઓ-બહેનોને ભગવાન સોમનાથનાં દર્શન કરાવવાની સેવા એ સૌભાગ્ય અને સંસ્કારનું કાર્ય છે ભગવાને આપણને આ સેવા માટે નિમિત્ત બનાવ્યા છે, ત્યારે યાત્રિકોની સુખાકારી અને સુવિધાની કાળજી રાખવી એ આપણી જવાબદારી છે યાત્રા દરમિયાન ભોજન, રહેવા, આરોગ્ય અને દવાઓ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રિકોને કોઈ મુશ્કેલી પડે તો કાર્યકર્તાઓનો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો. મંત્રીએ યાત્રાના આયોજનમાં સહયોગ આપનાર કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નિષ્ઠાપૂર્વક કરવામાં આવતી સમાજસેવામાં ભાવના અને પ્રામાણિકતા મહત્ત્વનાં છે તથા વડીલોના આશીર્વાદ એ જ સેવાનું સાચું ભાથું છે, સોમનાથ મહાદેવના મહિમાનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ભારતની અડીખમ આસ્થા, સ્વાભિમાન અને સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક છે. અનેક આક્રમણો છતાં સોમનાથની અસ્મિતા અને શ્રદ્ધા અડગ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશનાં ધાર્મિક અને સાંસ્કૃતિક તીર્થસ્થળોના વિકાસને નવી દિશા મળી છે, મંત્રીએ યાત્રા સુખદ, સલામત અને મંગલમય બને તથા ભગવાન સોમનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે યાત્રિક બહેનોની આરતી ઉતારી ‘જય સોમનાથ’ના જયઘોષ સાથે યાત્રાને શુભકામનાઓ પાઠવી હતી. યાત્રા દરમિયાન યાત્રિકો સોમનાથ મહાદેવનાં દર્શન, પૂજા-અર્ચના અને ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બનશે. ત્યારબાદ ત્રિવેણી સંગમ, પ્રાચી તીર્થધામ અને ગુરુદેવ બજરંગદાસબાપાના પવિત્ર ધામ બગદાણાનાં દર્શન કરશે. આ પ્રસંગે કૃષિ મંત્રીના પરિવારજનો, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, અમોભાઈ, રણધીરભાઈ, મુકેશભાઈ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, દિગ્વિજયસિંહ, નીલેશભાઈ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને શ્રવણ તીર્થ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ પરત ફરી:ભારતીય મુસાફરે હંગામો કર્યો હતો; 45 મિનિટ બાદ મુંબઈ માટે ઉડાન ભરી
    Next Article
    'એક ગ્રામ સંવર્ધિત યુરેનિયમ પણ દેશની બહાર નહીં જાય':ઈરાને કહ્યું- જ્યાં સુધી અમેરિકા વિશ્વાસ પેદા નહીં કરે, ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment