Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ:મહેસાણા એસટી ડિવિઝન 210 વધારાની બસ દોડાવશે, 3 કરોડથી વધુની આવકનો લક્ષ્યાંક

    7 hours ago

    અંબાજી ખાતે ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો આજ રવિવાર 20 સપ્ટેમ્બરથી શ્રદ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ સાત દિવસ દરમિયાન દેશના ખૂણે-ખૂણેથી લાખો માઈભક્તો મા અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચશે. ભક્તોના સતત પ્રવાહને પગલે મહેસાણા જિલ્લાના મુખ્ય માર્ગો ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના ગગનભેદી નાદથી ગુંજી ઊઠ્યા છે અને રસ્તાઓ પર શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. 20 થી 26 સપ્ટેમ્બર સુધી વધારાની બસો દોડાવાશે મેળામાં આવતા-જતા મુસાફરો અને માઈભક્તોને પરિવહનમાં કોઈ તકલીફ ન પડે તે માટે મહેસાણા એસ.ટી. ડિવિઝન દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. તા.20મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર (પૂનમ) સુધી ચાલનારા આ મેળા માટે ડિવિઝન દ્વારા 210 વધારાની બસો ફાળવવામાં આવી છે. આ બસો મારફતે કૂલ 669 ટ્રીપો દોડાવીને રૂ. 3.23 કરોડની આવક મેળવવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગત વર્ષે મહેસાણા એસટી ડિવિઝન અઢી કરોડની આવક મેળવી હતી ઉલ્લેખનીય છે કે મહેસાણા એસ.ટી. ડિવિઝન દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમના મેળા માટે નિયમિત રૂટ ઉપરાંત ખાસ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. ગત વર્ષે 2025માં ડિવિઝન દ્વારા 170 બસો ફાળવીને સાત દિવસમાં 5,042 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેના થકી એસ.ટી. નિગમને રૂ. 2.49 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. આ વર્ષે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બસો અને ટ્રીપોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Parenting Tips: बच्चों का आत्मविश्वास बढ़ाने के लिए रोज करें ये 6 काम, एक्सपर्ट ने बताए आसान तरीके
    Next Article
    વેન્ટીલેશન વિનાના બાથરૂમમાં ગેસ ગીઝરથી ગુંગળાવાથી ધો.11ની વિદ્યાર્થિનીનું મોત:પરિવારને દોઢ કલાકે ખબર પડી, સુરતમાં 7 મહિનામાં પરિવાર સહિત 4ના જીવ ગયા, આટલું અચૂક ધ્યાન રાખો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment