Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેન્ટીલેશન વિનાના બાથરૂમમાં ગેસ ગીઝરથી ગુંગળાવાથી ધો.11ની વિદ્યાર્થિનીનું મોત:પરિવારને દોઢ કલાકે ખબર પડી, સુરતમાં 7 મહિનામાં પરિવાર સહિત 4ના જીવ ગયા, આટલું અચૂક ધ્યાન રાખો

    7 hours ago

    સુરત શહેરમાં યોગ્ય વેન્ટિલેશન વગર ઘરોમાં લગાવવામાં આવેલા ગેસ ગીઝર હવે ‘સાયલન્ટ કિલર’ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા એક જ વર્ષમાં ગેસ ગીઝરમાંથી નીકળતા ઝેરી કાર્બન મોનોક્સાઈડ વાયુના કારણે ત્રણ અલગ-અલગ પરિવારોએ સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં કતારગામમાં ગણેશ આરતી પહેલાં નહાવા ગયેલી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું બંધ બાથરૂમમાં ગીઝરના ઝેરી ગેસથી ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું છે. સુરતમાં 7 મહિનામાં 4 લોકોના ગેસ ગીઝરને કારણે મોત થઈ ગયા છે. કતારગામ ગુરુદ્વારા પાસે આવેલી ગુણાતીત નગર સોસાયટીમાં રહેતા અને બેંકમાં ફરજ બજાવતા જીગ્નેશભાઈ વરીયાની પુત્રી પ્રિયમ નજીકની ખાનગી સ્કૂલમાં ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. શનિવારે સવારે પ્રિયમ સોસાયટીમાં આયોજિત ગણેશ આરતીમાં જવા માટે બાથરૂમમાં નહાવા ગઈ હતી. દોઢ કલાક સુધી તે બહાર ન આવતાં પરિવારે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે દરવાજો તોડીને જોતાં પ્રિયમ બેભાન હાલતમાં જમીન પર પડી હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ગરમ પાણી માટે ગીઝર શરૂ કર્યા બાદ ઝેરી ગેસ ગળતરથી ગૂંગળામણ થતાં તેનું મોત નીપજ્યું હતું. ફેબ્રુઆરી 2026: દંપતી અને 12 વર્ષના પુત્ર સહિત ત્રણેયના જીવ ગયા લાલગેટ હરિપુરાની સોય શેરીમાં આવેલા સૈયદ મંઝિલના ત્રીજા માળે રહેતા 41 વર્ષીય ફૈઝ અહેમદ સૈયદ, તેમની 37 વર્ષીય પત્ની મુબીનાબાનુ અને 12 વર્ષીય પુત્ર નોમાન 10 ફેબ્રુઆરીએ સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત મળી આવ્યા હતા. મોટા ભાઈ ઉસ્માન સૈયદે દરવાજો તોડી અંદર પ્રવેશતાં બેડરૂમમાં દંપતી અને હોલમાં બાળક મૃત હાલતમાં મળ્યા હતા. સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઈડ ગેસ ઘરમાં પ્રસરી જતાં શ્વાસમાં જવાથી આખા પરિવારનું ગૂંગળામણના કારણે મોત નીપજ્યું હતું.(વાંચો સંપૂર્ણ અહેવાલ) નવેમ્બર 2025: મનપાની 26 વર્ષીય મહિલા ટેકનિકલ આસિસ્ટન્ટનું મોત ઓલપાડ તાલુકાના માસમા સ્થિત ગૃહમ લક્ઝરિયામાં રહેતી 26 વર્ષીય ડિન્કલ આદિત્યકુમાર ભગત સુરત મનપાના વરાછા પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી અને તેને ચૂંટણીપંચ દ્વારા બીએલઓ (BLO) તરીકે જવાબદારી પણ સોંપાઈ હતી. બે વર્ષ પૂર્વે જ પ્રેમલગ્ન કરનાર ડિન્કલ પોતાના ઘરના બાથરૂમમાં અચાનક બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારજનો દરવાજો તોડીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ગેસ ગીઝરના ઝેરી વાયુના ગળતરથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.(વાંચો સંપૂર્ણ અહેવાલ) કાર્બન મોનોક્સાઈડ કેમ આટલો ઘાતક સાબિત થાય છે? સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડો. સંદીપ રલોતીના જણાવ્યા અનુસાર, જ્યારે બાથરૂમ સંપૂર્ણપણે બંધ હોય, બારીઓ પેક હોય અને એક્ઝોસ્ટ ફેન ન હોય ત્યારે ગેસ ગીઝરમાંથી નીકળતો ધુમાડો બહાર નીકળી શકતો નથી. આ સ્થિતિમાં ઓક્સિજન ઘટે છે અને કાર્બન મોનોક્સાઈડ એકઠો થાય છે. આ ગેસ ગંધહીન અને રંગહીન હોવાથી વ્યક્તિને તેની હાજરીનો ખ્યાલ પણ આવતો નથી. ફેફસાં મારફતે આ ગેસ સીધો લોહીમાં ભળીને ઓક્સિજન સપ્લાય બંધ કરી દે છે, જેના કારણે વ્યક્તિ થોડી જ મિનિટોમાં બેભાન થઈ જાય છે અને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પામે છે. ગેસ ગીઝરથી બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું? બાળકી બાથરૂમમાં એકલી હતી અને ગેસ ગીઝર ચાલુ હતું, જેના કારણે CO ગેસ ધીમે ધીમે જમા થઈ ગયો. ઓક્સિજન ઓછો થવાથી તે બેભાન થઈ ગઈ અને તેનો શ્વાસ રૂંધાઈ ગયો. એટલે કે, બંધ બાથરૂમમાં કાર્બન મોનોક્સાઇડનું ભરાવું અને ઓક્સિજનની અછત જ બાળકીના મૃત્યુનું મુખ્ય કારણ હોય શકે. ઘરમાં ગીઝર લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
    Click here to Read More
    Previous Article
    ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ:મહેસાણા એસટી ડિવિઝન 210 વધારાની બસ દોડાવશે, 3 કરોડથી વધુની આવકનો લક્ષ્યાંક
    Next Article
    લાલપુર તાલુકા શાળામાં ‘વિકસિત ભારત-2047’ સ્પર્ધા યોજાઈ:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment