Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    210 કરોડનો સાયબર ફ્રોડ કરનાર ગેંગને સાયબર ક્રાઈમે દબોચી:દેશની 15થી વધુ બેન્કો હેક કરી, ટેક્નિકલ એરરથી એક રાતમાં જ 7 કરોડ ચાઉં; ભાવનગરના 135 એકાઉન્ટ કર્યા'તા ટાર્ગેટ

    16 hours ago

    ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય સાયબર ગઠિયાઓની એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેણે દેશભરની 15થી વધુ બેંકોને નિશાન બનાવી અંદાજે 210 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું છે. વડોદરા સ્થિત આ ગેંગે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને માત્ર ધૂળેટીની એક રાતમાં 7 કરોડથી વધુની રકમ ચાઉં કરી લીધી હતી. 210 કરોડની છેતરપિંડી અને 273 ગુના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ ગેંગ માત્ર ભાવનગર બેંક સુધી સીમિત નહોતી, પરંતુ તેઓ દેશના આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં સક્રિય હતા. અત્યાર સુધીની તપાસમાં આ ગેંગ 273 જેટલા સાયબર ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું અને કુલ 210 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનું ખૂલ્યું છે. ટેક્નિકલ એરરનો ફાયદો ઊઠાવીને ફ્રોડનો ખેલ ખેલ્યો તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ બેંકના CBS (કોર બેંકિંગ સર્વિસ) સોફ્ટવેરમાં રહેલી ટેક્નિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી આ આખું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડની કાર્યપદ્ધતિ મુજબ, હેકર્સે સૌપ્રથમ બેંકના જૂના અને નિષ્ક્રિય (dormant) એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા અને તે એકાઉન્ટધારકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલીને પોતાના નંબર એક્ટિવ કરી દીધા હતા. ત્યારબાદ, સિસ્ટમની આ ખામીનો ફાયદો ઉઠાવી તેમણે એકાઉન્ટમાં 7.34 કરોડની રકમ વર્ચ્યુઅલી જનરેટ કરી હતી. અંતે, આ રકમને સગેવગે કરવા માટે તેમણે સામાન્ય લોકો પાસેથી આર્થિક લાલચ આપી ભાડેથી મેળવેલા 135 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પોલીસવડાની મદદથી ઓપરેશન પાર પાડ્યું આ સમગ્ર ઓપરેશન ગુજરાત રાજ્યના પોલીસ વડા (CID ક્રાઇમ અને રેલ્વેઝ) ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ તથા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. ડોડીયા, એચ.જે. પરમાર તથા એચ.વી. દેસાઇની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી જટિલ તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિવિધ રાજ્યોમાંથી ગેંગના સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી 9 પાસબુક, 39 ડેબિટ કાર્ડ, 12 ચેકબુક અને 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને છેતરપિંડીથી મેળવેલી રકમ પૈકી 2.04 કરોડની રકમ ફ્રીઝ કરી દીધી છે, જેથી આરોપીઓ આ પૈસાનો દુરુપયોગ કરી શકે નહીં. મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની સંગઠિત ગેંગ બેંકિંગ સિસ્ટમની ટેક્નિકલ ખામીઓનો લાભ લઈને વ્યાપક સ્તરે છેતરપિંડી કરે છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ હજુ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.”
    Click here to Read More
    Previous Article
    મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો:58%થી વધી 60% થયું, 1.19 લાખ કેન્દ્રીય કર્મચારી-પેન્શનરોને ફાયદો; જાણો કોને મળશે અને કોને નહીં મળે લાભ
    Next Article
    AAPએ જાહેર કર્યો મેનિફેસ્ટો:રોજગારથી લઈને ડિજિટલ સેવાઓ સુધીના વાયદા, હેલ્થ-શિક્ષણ પર ખાસ ફોક્સ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment