Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંગા ખાણમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું:મોટા મઢાદમાં ગંગા ખાણમાંથી 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

    9 hours ago

    સુરેન્દ્રનગર ડિવિઝન સ્ક્વોર્ડની ટીમે જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા મઢાદ ગામની સીમમાં આવેલી ગંગા ખાણમાંથી ચાલતા ગેરકાયદેસર કાળા પથ્થરના ખનન પર ત્રાટકીને મોટી રેડ પાડી છે. પોલીસે સ્થળ પરથી 2 ડમ્પર અને 3 હીટાચી મશીન સહિત કુલ રૂ. 2.10 કરોડનો કિંમતી મુદ્દામાલ જપ્ત કરીને દરોડા પાડ્યા છે. પોલીસે 8 લોકોની અટકાયત કરી દરોડા દરમિયાન પોલીસે ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કાળા પથ્થરોથી ભરેલા બે ડમ્પર (રજિસ્ટ્રેશન નં. GJ-13-AT-5211 અને GJ-13-AW-3025) તેમજ ત્રણ અત્યાધુનિક હીટાચી મશીનોનો સમાવેશ થાય છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે આપવામાં આવેલી કડક સૂચનાના આધારે આ કાર્યવાહી કરાઈ છે. મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીના સઘન માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડો પાડી ખનીજ માફિયાઓ સામે લાલઆંખ કરી છે. ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ ગેરકાયદેસર કાળા પથ્થરના ઉત્ખનન અંગે પોલીસે ખાણ અને ખનીજ વિભાગને લેખિત જાણ કરી છે. વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરનારા તત્વો સામે ભારે દંડ ફટકારવા સહિતની આગળની કાયદેસરની પોલીસ અને પ્રશાશનિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપા ચૂંટણીનું આવતીકાલે મતદાન:સેકટર-15થી કડક સુરક્ષા વચ્ચે 39 રૂટ પર EVM સહિતની સામગ્રી રવાના, 1570થી વધુ પોલિંગ સ્ટાફને કામગીરી સોંપાઈ
    Next Article
    On Camera, Powerful Winds Rip Off Roof Of Kerala School, Cars Damaged

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment