Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણીનું આવતીકાલે મતદાન:સેકટર-15થી કડક સુરક્ષા વચ્ચે 39 રૂટ પર EVM સહિતની સામગ્રી રવાના, 1570થી વધુ પોલિંગ સ્ટાફને કામગીરી સોંપાઈ

    8 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. 11 ઓક્ટોબરને રવિવારે સવારે 7 વાગ્યાથી શરૂ થનારા મતદાન માટે નાગરિકો પોતાના મતાધિકારનો સુગમતાથી ઉપયોગ કરી શકે તે હેતુથી ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. મતદાન પ્રક્રિયા પૂર્વે જ આજે શહેરના તમામ બુથ સુધી પોલિંગ સ્ટાફ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, બેલેટ યુનિટ, કન્ટ્રોલ યુનિટ, મત કુટીર અને અન્ય જરૂરી ચૂંટણી સામગ્રી પહોંચાડવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 295 મતદાન મથકો પર ચૂંટણી સામગ્રી પહોંચાડી દેવાઈ ચૂંટણી સામગ્રી અને સ્ટાફની ફાળવણી તેમજ ડિસ્પેચિંગ કામગીરી માટે સેક્ટર-15 સ્થિત સરકારી વાણિજ્ય કોલેજને મુખ્ય કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. અહીંથી મહાપાલિકાના તમામ 11 વોર્ડના કુલ 295 મતદાન મથકો સુધી સામગ્રી પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 39 વિશેષ રૂટ મારફતે ચૂંટણી ટુકડીઓ અને ઈવીએમ મશીનોને રવાના કરવામાં આવી રહ્યા છે. પ્રત્યેક મતદાન મથક પર પાંચ સભ્યોની ટીમો તૈનાત રહેશે મનપાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે કુલ 1570થી વધુ પોલિંગ સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. પ્રત્યેક મતદાન મથક પર પાંચ સભ્યોની ટીમો તૈનાત રહેશે, જેમાં પ્રિન્સાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિન્સાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર અને સેવકનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓને ચૂંટણી પૂર્વે યોગ્ય તાલીમ આપી દેવામાં આવી છે તથા રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવાઈ છે. ટેકનિકલ ખામીને પહોંચી વળવા 10% ઇવીએમ મશીનો રિઝર્વ રખાયા જ્યારે મનપાની સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ ટેકનિકલ ક્ષતિ કે કટોકટીના સંજોગો ઉભા થાય તેને પહોંચી વળવા માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આકસ્મિક જરૂરિયાત માટે 15 ટકા જેટલો તાલીમબદ્ધ અવેજી સ્ટાફ ડિસ્પેચિંગ સેન્ટર પર જ હાજર રાખવામાં આવશે. આ ઉપરાંત, ટેકનિકલ ખામી સર્જાય તો ત્વરિત બદલી શકાય તે માટે તમામ વોર્ડ વાઇઝ કમિશનિંગ કરેલા 10 ટકા જેટલા ઇવીએમ મશીનો પણ રિઝર્વ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં NPS સંચય પેન્શન યાત્રા યોજાઈ:PFRDA અને CSC દ્વારા નિવૃત્તિ સુરક્ષા, બચત અને પેન્શન યોજનાઓનું માર્ગદર્શન અપાયું
    Next Article
    ગંગા ખાણમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું:મોટા મઢાદમાં ગંગા ખાણમાંથી 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment