Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં પ્રકૃતિપ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન:વડસરનું 21 એકરમાં આનંદમ્ જેડવા તળાવ ઇકો ટુરિઝમનું મોડેલ બન્યું, વૃક્ષો પર ખાસ QR કોડ લગાવાયા

    9 घंटे पहले

    કલોલ તાલુકાનું વડસર ગામ આધુનિક પર્યાવરણીય વિકાસનું રોલ મોડલ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પિત થયેલું આનંદમ્ જેડવા તળાવ હવે ઇકોટુરિઝમનું મોડલ બન્યું છે. અહીં 4 વર્ષની મહેનત અને 18.74 કરોડના ખર્ચે આકાર પામેલું તળાવ જળસંગ્રહના સાધન સાથે પ્રકૃતિપ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન બન્યું છે. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ તૈયાર કરાયું આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેમાં અપનાવવામાં આવેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. 21 એકરમાં ફેલાયેલા આ તળાવની આસપાસ જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 31 હજાર વૃક્ષો વાવીને એક ગાઢ જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પ્રકૃતિને નજીકથી સમજી શકે તે માટે વૃક્ષો પર ખાસ QR કોડ લગાવવામાં આવ્યા છે. જેને સ્કેન કરતા જ વનસ્પતિ અને જીવસૃષ્ટિ વિશેની તમામ માહિતી મળી રહેશે. 1 લાખથી વધુ ફૂલછોડ વાવવામાં આવ્યા આ પ્રોજેક્ટમાં સંપૂર્ણપણે કુદરતી સામગ્રીનો ઉપયોગ કરાયો છે અને સમગ્ર ઇકોટુરિઝમ સ્પોટ સૌર ઊર્જાથી સંચાલિત છે. આ પ્રોજેક્ટથી વડસર, જાસપુર, લપકામણ અને દંતાલી સુધી ફેલાયેલા વિશાળ ઓક્સિજન પાર્કનો એક મહત્વનો હિસ્સો છે. આ સમગ્ર વિસ્તારમાં 1 લાખથી વધુ ફૂલછોડ અને 1.25 લાખથી વધુ ઝાડીઓ વાવવામાં આવી છે. જેમાં 135થી વધુ સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનો સમાવેશ થાય છે. ગ્રીન કવરેજ 8 થી વધારીને 16 ટકા કરવાના સંકલ્પ જ્યારે પક્ષીઓ માટે 50થી વધુ આવાસ અને અન્ય જીવજંતુઓ માટે કુદરતી નિવાસસ્થાન બનાવીને અહીં જૈવવિવિધતાને ફરીથી જીવંત કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રીન કવરેજ 8 થી વધારીને 16 ટકા કરવાના સંકલ્પ સાથે તળાવોને સજીવન કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નંદોલી સહિતના 10 ગામોને સીધો લાભ આ અંતર્ગત ચોમાસામાં ખાલી રહેતા તળાવોને પાઇપલાઇન કે કેનાલ દ્વારા જોડી દેવાયા છે. જેનાથી વડસર ઉપરાંત મોટી ભોયણ, સાંતેજ, રણછોડપુરા, ખાત્રજ અને નંદોલી સહિતના 7 થી 10 ગામોને સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટથી 5 થી 7 કિમીના ઘેરાવામાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. જે પશુધન અને ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    IPL ફાઈનલમાં ગિલે ગુજરાત ફેન્સના દિલ તોડ્યા:GTની બે ઓવરમાં બે વિકેટ પડી, બન્ને ઓપનર્સ પેવેલિયન પરત ફર્યા; હેઝલવુડ-ભુવનેશ્વરને વિકેટ મળી
    Next Article
    કાલોલના વેજલપુર બાગાયત ફાર્મમાં કેરીના પાકને નુકસાન:મોડી રાત્રે ફૂંકાયેલા મીની વાવાઝોડાથી 500 મણ કેરી ખરી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment