Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 જૂને NEETની પરીક્ષા યોજાશે:NTAએ તારીખ જાહેર કરી, પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી

    10 hours ago

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ભારત સરકારની મંજૂરી સાથે NEET-UG પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી દીધી છે. હવે આ પરીક્ષા રવિવાર, 21 જૂન, 2026ના રોજ યોજાશે. NEET પેપર લીક થવાને કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. 3 મેના રોજ આશરે 23 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પહેલા NEET પેપર લીક ​​પ્રકરણમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. NEET-UG 2026 પરીક્ષા રદ થયાના બે દિવસ પછી યોજાયેલી બેઠકમાં ફરીથી પરીક્ષા યોજવા અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં હાયર એજ્યુકેશન સેક્રેટરી વિનીત જોશી, સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી સંજય કુમાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ, CBSE ચેરપર્સન રાહુલ સિંહ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)-નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ના કમિશનર સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. NEET પેપર લીક ​​પર દેશભરમાં વિરોધ વચ્ચે ગુરુવારે અમદાવાદમાં NSUI કાર્યકરોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કાળા ઝંડા ફરકાવીને વિરોધ પ્રદર્શન કર્યુ અને કાફલો રોકવાનો પ્રયાસ કર્યો, જે બાદ પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. CBIએ આ કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 5 આરોપીઓને 7 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. જ્યારે, રાજસ્થાનના સીકરમાંથી આરોપી માંગી લાલ બિન્વાલ, જમવારામગઢના ભાઈ દિનેશ બિન્વાલ, પુત્ર વિકાસ બિન્વાલ, હરિયાણાના ગુરુગ્રામના રહેવાસી યશ યાદવ અને નાસિકમાંથી શુભમ ખૈરનારની ધરપકડ કરી છે. શુભમે જ યશને પેપર આપ્યું હતું. NEET કૌભાંડ: RJDના રાષ્ટ્રીય સચિવ, ડોક્ટર સહિત 4ની ધરપકડ NEET પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. તપાસ CBIને સોંપવામાં આવી છે. આ દરમિયાન, મેડિકલ કોલેજમાં એડમિશન કરાવવાના નામે દિલ્હી પોલીસે એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. જે NEET ઉમેદવારો અને તેમના પરિવારોને MBBSમાં એડમિશન અપાવવાના નામે છેતરપિંડી કરતો હતો. આ મામલે મુખ્ય સૂત્રધાર અને એક ડોક્ટર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાંથી એક RJDના રાષ્ટ્રીય સચિવ સંતોષ કુમા જયસ્વાલ પણ છે. પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જયસ્વાલ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મેડિકલ કોલેજમાં 20-30 લાખમાં એડમિશન અપાવવાની લાલચ આપતો હતો. સંતોષ કુમાર જયસ્વાલને લાલુ યાદવ અને તેજસ્વી યાદવના નજીકના માનવામાં આવે છે. વધુ અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    તિલકે એટલી લાંબી સિક્સ ફટકારી કે બોલ ગુમ થઈ ગયો:ટી-શર્ટ ઊંચું કરીને ટેટૂ બતાવ્યું, બે જીવનદાન પછી પ્રભસિમરનની ફિફ્ટી; મેચ મોમેન્ટ્સ
    Next Article
    ‘હિન્દુના નામે ચૂંટાઈને આવ્યાં, મંદિરો પબ્લિકને નહીં ભાજપને નડે છે’:રાજકોટમાં રાત્રે 8 હનુમાનજીની ડેરી સહિત 12 મંદિર તોડી પડાયા; સ્થાનિકે કહ્યું-સત્તા ક્યારે જતી રહેશે, તે ખબર પણ નહીં પડે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment