Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 21 IASને પ્રભારી સચિવ બનાવ્યા:80 IT અધિકારીના પ્રમોશન-ટ્રાન્સફર, GAS કેડરના 31 અધિકારીની બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    3 days ago

    રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. IAS અધિકારીઓની નવી નિમણૂકો, મહેસુલ વિભાગમાં બદલી-બઢતી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટ્રાન્સફર તેમજ મામલતદાર કક્ષાએ પ્રમોશન જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ફેરફારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, જે રાજ્યના વહીવટને વધુ અસરકારક બનાવશે. રાજ્ય સરકારે 150થી વધુ અધિકારીઓની બઢતી, બદલી અને નિયુક્તિના આદેશ કર્યા છે. 21 IAS અધિકારીઓને પ્રભારી સચિવ તરીકે નવી જવાબદારી રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી જિલ્લા વહીવટ વધુ મજબૂત બને. મહેસુલ વિભાગમાં 31 ગેસ કેડરના અધિકારીઓની બદલી મહેસુલ વિભાગ હેઠળ ગેસ કેડરના 31 વર્ગ-1 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક ફરજ સંભાળવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. GAS કેડરના 31 અધિકારીની બદલીનું જુઓ લિસ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં IT અધિકારીઓની બદલી-બઢતી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ક્ષેત્રના અધિકારીઓ માટે મોટા પાયે ફેરફારો થયા છે. કુલ 41 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે નાયબ નિયામક કક્ષાના 5 અધિકારીઓને બઢતી સાથે બદલી આપવામાં આવી છે. ઉપરાંત 34 IT અધિકારીઓને પણ બઢતી સાથે નવી નિમણૂકો આપવામાં આવી છે. આ ફેરફારો ટેક્નોલોજી આધારિત કામગીરીને વધુ ગતિ આપવા માટે કરવામાં આવ્યા છે. 41 IT અધિકારીઓની બદલી-બઢતીનું જુઓ લિસ્ટ 34 IT અધિકારીઓને બઢતી સાથે નવી નિમણૂકોનું જુઓ લિસ્ટ નાયબ નિયામક કક્ષાના 5 અધિકારીઓને બઢતી સાથે બદલીનું જુઓ લિસ્ટ મામલતદાર અને નાયબ મામલતદાર કક્ષાએ પ્રમોશન-બદલીનો આદેશ મહેસુલ વિભાગ હેઠળ 12 મામલતદારોની વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. સાથે જ 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લેવામાં આવેલા આ નિર્ણયથી તંત્રને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા છે. 12 મામલતદારોની બદલી સાથે 32 ના.મામલતદારોને પ્રમોશનનું જુઓ લિસ્ટ બી.પી. ચોવટિયા અને સંજયકુમાર રાવ સચિવ બન્યા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ બે વરિષ્ઠ એન્જિનિયરોને સચિવ કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે. બી.પી. ચોવટિયાને વિજિલન્સ કમિશનમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સંજયકુમાર રાવને નર્મદા વિભાગ સાથે જોડીને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ડિરેક્ટર (સિવિલ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંને નિમણૂકો રાજ્યપાલના આદેશથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે અને પ્રશાસનિક દૃષ્ટિએ તેને મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. IAS અધિકારી સુસ્મિતા એપ્પાલપલ્લીની હાલોલથી મહુવા બદલી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આદેશ મુજબ IAS અધિકારી સુસ્મિતા એપ્પાલપલ્લીને પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પ્રાંત અધિકારી તરીકેની ફરજમાંથી બદલી કરીને ભાવનગર જિલ્લાના મહુવા ખાતે પ્રાંત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 માર્ચ, 2026ના રોજ જારી કરાયેલા આ નોટિફિકેશન મુજબ આ બદલી તાત્કાલિક અસરથી અમલમાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 15 અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર જાહેર તા. 27 માર્ચ 2026ના આદેશ અનુસાર કુલ 15 સિનિયર ક્લાર્ક અને સામાજિક કલ્યાણ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓ અને કચેરીઓમાં બઢતી આપી બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં કેટલાક અધિકારીઓને જિલ્લા સમાજ કલ્યાણ કચેરીઓમાં મુકવામાં આવ્યા છે તો કેટલાકને રાજ્ય સ્તરની કચેરીઓમાં નવી નિમણૂક આપવામાં આવી છે. વિભાગના આદેશ મુજબ તમામ કર્મચારીઓએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવાનું રહેશે અને હાલની કચેરીમાંથી તેમને રિલીવ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. વહીવટી સુદ્રઢતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી આ બદલીઓ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સાથે જ, બદલી પામેલા કર્મચારીઓના પગાર, સર્વિસ રેકોર્ડ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં આ બદલીઓથી કામગીરી વધુ અસરકારક બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 15 અધિકારીઓની ટ્રાન્સફરનું જુઓ લિસ્ટ પ્રમોશન અસ્વીકારતાં 13 અધિકારીઓનું રિવર્ઝન ગાંધીનગરમાં મહેસૂલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મામલતદાર તરીકે પ્રમોશન મળેલા 13 અધિકારીઓએ વ્યક્તિગત કારણોસર પ્રમોશન સ્વીકાર્યું ન હોવાથી સરકાર દ્વારા તેમને ફરી નાયબ મામલતદાર તરીકે રિવર્ઝન ઓર્ડર કરવામાં આવ્યા છે. આ અધિકારીઓને અગાઉ મામલતદાર તરીકે વિવિધ જગ્યાએ નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ તેમણે પ્રમોશનનો ત્યાગ કરતા મહેસૂલ વિભાગે તાત્કાલિક અસરથી તેમના મૂળ પદ પર પાછા મુકવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વહીવટી વ્યવસ્થા જળવાઈ રહે અને ખાલી જગ્યાઓ પર નવી નિમણૂકો કરી શકાય તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. પ્રમોશન અસ્વીકારતાં મહેસૂલ વિભાગના 13 અધિકારીઓનું રિવર્ઝનનું જુઓ લિસ્ટ કુલ મળીને રાજ્યમાં થયેલા આ વ્યાપક ફેરફારો આગામી સમયમાં વહીવટી ગતિ વધારશે અને ખાસ કરીને ચૂંટણી પૂર્વે તંત્રને વધુ સક્રિય બનાવશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના પામ ગ્લોરીના બિલ્ડર બંધુઓ અને ભાભીની ધરપકડ:સોલા-થલતેજમાં જમીનો આપવાનું કહી 41 કરોડ પડાવ્યા, 20-25 લોકો સાથે છેતરપિંડીની શક્યતા
    Next Article
    ગાંધીનગરમાં યુવકે ધર્મ છુપાવી 17 વર્ષીય છોકરીનું કર્યું શારીરિક શોષણ:અલ્તાફે સાહિલ દેસાઈ બની સો.મીડિયાથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, મકાનના ત્રીજા માળે હિંદુ સંગઠનોએ રંગેહાથ પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment