Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ માટે વિશેષ સંમેલન:21 કેટેગરીના દિવ્યાંગોને સમાજની મુખ્યધારામાં લાવવા ચિંતન શિબિર

    6 days ago

    જામનગરમાં દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ જામનગર જિલ્લાના 21 કેટેગરીના દિવ્યાંગ સમુદાયને કલ્યાણલક્ષી યોજનાઓથી માહિતગાર કરી સમાજની મુખ્યધારામાં લાવવાનો હતો. આ કાર્યક્રમ 7 જૂનના રોજ સાંજે 4 થી 6 દરમિયાન આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, ખંભાળિયા ગેટ બહાર, જામનગર ખાતે યોજાયો હતો. દિવ્યાંગ સેવાભાવી કાર્યકર મનજીભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આ શિબિર યોજાઈ હતી. મુખ્ય મહેમાન તરીકે જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઉંમરભાઈ એ. બ્લોચ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિઓમાં રાજ્ય કક્ષાના દિવ્યાંગ ખેલાડી અને દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ-જામનગરના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે તથા એડવોકેટ અબ્દુલરહીમ જી. બ્લોચનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ, બહેનો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે નાનાવડાળા તાલુકા પંચાયતના દિવ્યાંગ સદસ્ય ભાવેશભાઈ લક્ષ્મણભાઈ મારકણાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન બદલ આભાર વ્યક્ત કરતા, મારકણાએ દિવ્યાંગ સમુદાયને તમામ સ્તરે માહિતી મેળવી, આયોજનપૂર્વક આગળ વધવા અને સમાજની મુખ્યધારામાં જોડાવા માટે સંકલ્પબદ્ધ થવા માર્ગદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ચીલઝડપ કરનાર રીઢો આરોપી ઝડપાયો:CCTV, સર્વેલન્સથી પકડાયો, ચેઈન સ્નેચિંગની કબૂલાત
    Next Article
    Baba Bageshwar Controversy | પુરુષોત્તમ પીપળીયાની દિવ્ય દરબારમાં પહોંચે પહેલા જ અટકાયત | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment