Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણિયા જુગાર પર ક્રાઈમ બ્રાન્ચની મોટી રેડ:પોર ગામે ખેતરમાં ઓરડી ભાડે રાખી ધમધમતો જુગારનો અડ્ડો, 21 જુગારીઓને દબોચ્યા; 5.54 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ફૂલીફાલી રહેલી જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એક્શન મોડમાં આવી છે. એલસીબીના પીઆઈ ડી. બી. વાળાની ટીમે બાતમીના આધારે પોર ગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાં અચાનક દરોડો પાડીને જુગાર રમતા 21 શખ્સોને રૂ. 4.40 લાખની રોકડ સહિત કુલ રૂ. 5.64 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ફરાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં ઓરડી ભાડે રાખી જુગાર રમાડાતો હતો બાતમી મળી હતી કે, પોર ગામની સીમમાં આવેલા નરેશભાઈ અંબાલાલ પ્રજાપતિના ખેતરની ઓરડી ભાડે રાખીને બહારથી માણસો ભેગા કરી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે વિસ્તારને કોર્ડન કરીને દરોડો પાડતાં ઘટનાસ્થળેથી અડાલજ, નવા-જૂના વાડજ, મોટેરા, રાણીપ અને અમીયાપુરના રહેવાસી કુલ 21 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4.40 લાખ રોકડા અને રૂ. 1.24 લાખની કિંમતના 16 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા, જ્યારે સ્થળ પર ગેરહાજર રહેલ વિજય બળદેવભાઈ ઠાકોર (રહે. પોર) ને વોન્ટેડ જાહેર કરાયો છે. ઝડપાયેલા જુગારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવી પોલીસ માટે પડકારજનક ઉલ્લેખનીય છે કે, દર શ્રાવણ માસમાં ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શ્રાવણિયા જુગારની પ્રવૃત્તિઓ વકરતી હોય છે, જેને ડામવા માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને કલોલ અને સાંતેજ પોલીસ મથકની હદમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવી એ પોલીસ તંત્ર માટે દર વર્ષે એક મોટો પડકાર બની રહે છે.
    Click here to Read More
    Previous Article
    नोआखाली से संसद तक 15 अगस्त 1947 को गांधी, नेहरू, जिन्ना और फैज क्या कर रहे थे?
    Next Article
    પાટણના હરસિધ્ધિ માતા મંદિરે ત્રિરંગાની વિશિષ્ટ ઝાંખી:સ્વતંત્રતા દિવસે દેશભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment