Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 3 અને અંક 8 માટે ધનલાભના યોગ, અંક 4 અને અંક 9ના જાતકોએ પૈસા બાબતે ખાસ સંભાળવું

    11 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… આજનો દિવસ સારો છે. મોટી સફળતા પ્રાપ્ત થશે. આવક સારી રહેશે અને કાર્ય સમયસર પૂર્ણ થવાની સાથે પ્રભાવ પણ જળવાઈ રહેશે. બપોરે કાર્ય માટે કોઈને ન મળવું, અસફળતા મળશે. આવક ઓછી અને ખર્ચ વધુ થશે. ધાર્મિક, માંગલિક ઉત્સવોમાં જવાની તક મળશે. આ પછી રાત સુધી કોઈ મુશ્કેલી નહીં આવે. ક્રોધ પણ જલ્દી આવશે. ધનની આવક થશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે અને નોકરીમાં વર્ચસ્વ વધશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ રહેશે અને શિક્ષકોનો સહયોગ મળશે. લવ: પ્રેમમાં સુખ પ્રાપ્ત થશે અને દાંપત્ય જીવનમાં નીરસતા સમાપ્ત થશે. લકી નંબર: 2-4-7 લકી કલર: સફેદ શું કરવું: દુર્ગાજીને તેલનો દીવો કરવો. પરાક્રમ સારું રહેશે. આવક જળવાઈ રહેશે અને ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ બીમાર પડી શકે છે. આવક સારી રહેશે અને સહયોગ પ્રાપ્ત થશે. બપોરે મુસાફરીમાં મુશ્કેલી આવી શકે છે. મિત્રો અને પરિચિતો સાથે મુલાકાત થશે. સાંજે હોશિયાર રહેવું પડશે, ખર્ચમાં વધારો થશે. નજીકના લોકો છેતરવાનો પ્રયાસ કરી શકે છે. અજાણ્યા લોકો સાથે વ્યવહાર ન કરવો. કરિયર: વેપાર બહેતર કામ કરશે અને નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. લવ: પ્રેમી તરફથી સહયોગ મળશે અને વૈવાહિક પ્રસ્તાવ પ્રાપ્ત થશે. લકી નંબર: 3-4-6 લકી કલર: મરૂન શું કરવું: દુર્ગાજીના મંદિરમાં ઘીનો દીવો કરવો. શાનદાર સમય રહેશે. સારી આવકની સાથે સારા કામની તક પ્રાપ્ત થશે. યાત્રાઓ સુખદ રહેશે અને સહયોગ પ્રાપ્ત થશે. સંતાન તરફથી ખુશી મળશે. ઘરમાં નવા આધુનિક ઉપકરણો આવશે. કાનૂની બાબતોમાં સફળતા મળશે. બપોરના સમયે પણ સારા સમાચાર મળશે. આવક ઉત્તમ રહેશે. સાંજે ચિંતા દૂર થશે. આવકમાં સુધારો થશે અને કાર્ય પ્રત્યે લગન જળવાયેલી રહેશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે અને નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. પ્રમોશનની તકો મળશે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકારાશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 4-7-9 લકી કલર: લાલ શું કરવું: દુર્ગાજીને લાલ ફૂલ અર્પણ કરવા. આજે સવારે સાવચેત રહેવું. અનાવશ્યક ખર્ચ થશે અને આવક ઓછી રહેશે. વિવાદ થઈ શકે છે. વિરોધીઓથી પણ સાવધ રહેવું. બપોર પછી સમય સાનુકૂળ બનશે. વિવાદોમાં વિજય મળશે અને કાર્યસ્થળ પર શાંતિ રહેશે. જમીનથી લાભ પ્રાપ્ત થશે. રાજકારણીઓને પદનો લાભ થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સાંજનો સમય પણ સાનુકૂળ રહેશે. કોઈપણ પ્રકારની અડચણ આવવાની સંભાવના નથી. કરિયર: વેપાર શ્રેષ્ઠ રહેશે અને નોકરીમાં પ્રમોશન સાથે ટ્રાન્સફર થશે. લવ: વૈવાહિક સુખ જળવાઈ રહેશે. પ્રેમમાં સફળતા મળશે. લકી નંબર: 4-5-7 લકી કલર: કથ્થઈ શું કરવું: દુર્ગાજીને દૂધનો ભોગ ધરાવવો. આજે ગુરુના સ્વામિત્વનો દિવસ હોવા છતાં, સવારના સમયે અજાણ્યો ભય અને ચિંતા રહેશે. ભવિષ્ય પ્રત્યે આશંકિત રહેશો. શરૂઆતમાં આવક સારી રહેશે, પરંતુ બપોરે અડચણો આવશે. વિરોધીઓ હાવી થઈ શકે છે. આવક પ્રભાવિત થઈ શકે છે. સાંજે ફરી સમય સાનુકૂળ બની જશે. આનંદદાયક સમય રહેશે. પરિવારનો સાથ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સમય આપી શકશે. મિત્રો તરફથી મદદ મળશે. કરિયર: વેપારીઓને લોન સંબંધી સમસ્યાઓનો ઉકેલ મળશે. નોકરીમાં લાભ થશે. લવ: વૈવાહિક સંબંધોમાં સુધારો આવશે. પ્રેમની સમસ્યાઓનો ઉકેલ આવશે. લકી નંબર: 4-6-8 લકી કલર: લીલો શું કરવું: લક્ષ્મીજીને મીઠાઈનો ભોગ ધરાવવો. સવારનો સમય શાનદાર રહેશે. વિચારેલા કાર્યો સમયસર પૂરા થશે. ધનની આવક સારી રહેશે અને સહયોગ પણ મળશે. બપોરે કાર્યમાં રુકાવટ આવશે. ખર્ચમાં વધારો અને મુશ્કેલીઓ રહેશે. વિવાદ થઈ શકે છે. સાંજથી સમય સાનુકૂળ થશે. આવકમાં સુધારો થશે અને સહયોગ મળવા લાગશે. વિરોધીઓ પીછેહઠ કરશે. પ્રસન્નતા પ્રાપ્ત થશે. રાત્રે પરિવારનો સાથ મળશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે અને નોકરીમાં યાત્રા પર જવું પડી શકે છે. લવ: પ્રેમી સાથેનો તણાવ સમાપ્ત થશે અને જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 1-4-7 લકી કલર: ગુલાબી શું કરવું: દુર્ગાજીનો સપ્તશ્લોકીનો પાઠ કરવો. સવારનો સમય આવક સારી બનાવી રાખશે. કામ ધીમી ગતિએ થશે, મન નિરાશ રહેશે અને કંઈક કમી અનુભવાશે. બપોરનો સમય પ્રસન્નતા અપાવનારો અને ઉત્સાહ વધારનારો રહેશે. સાંજે આવકમાં ઘટાડા સાથે પરેશાનીઓ વધશે. પોતાને અને સંતાનને પણ સાચવવા પડશે. ક્રોધ પર નિયંત્રણ રાખવું. વડીલોની સલાહ પર ધ્યાન આપવું અને વિવાદોથી બચવું. રાત્રિનો સમય સારો રહેશે. કરિયર: વેપારમાં ખર્ચ વધુ થશે અને નોકરીમાં અધિકારીઓથી ચિંતા રહેશે. લવ: જીવનસાથી સાથે તણાવ થશે અને પ્રેમમાં નિરાશા સાંપડશે. લકી નંબર: 4-5-8 લકી કલર: વાદળી શું કરવું: દુર્ગાજીને મીઠાઈનો ભોગ ધરાવવો. આજે અંક સ્વામી ચંદ્રના મિત્ર ગુરુનો દિવસ હોવાથી કાયમી કામમાં ખર્ચ વધુ થશે, પરંતુ આવક પણ સારી જળવાઈ રહેશે. યાત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે. યોજનાઓ સફળ થશે અને નવા કામ પણ મળશે. બપોરે પરિવારમાં વૈચારિક મતભેદ થઈ શકે છે, આવકમાં વિક્ષેપ આવશે. વાહનથી મુશ્કેલી થશે. સાંજે સમય દરેક પ્રકારે અનુકૂળ રહેશે. આવક વૃદ્ધિ સાથે પ્રસન્નતા જળવાઈ રહેશે. સહયોગ મળશે. કરિયર: કારોબાર ધમધમતો રહેશે અને નોકરીમાં ટ્રાન્સફરનો યોગ બનશે. લવ: પ્રેમ વિનંતી સ્વીકારાશે અને વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 4-6-9 લકી કલર: પીળો શું કરવું: દુર્ગાજીના દર્શન કરવા. સવારનો સમય તમને વિચલિત કરનારો છે. આરોપ લાગી શકે છે. મન ખોટા રસ્તે આકર્ષિત થશે. સંભાળીને રહેવું અને સ્વ-નિયંત્રણ રાખવું. નજીકના લોકો પર વિશ્વાસ રાખવો. દિવસ વધતાં સમય સારો થઈ જશે. સુધારો થશે અને સમય સાનુકૂળ રહેશે. સાંજે ફરી સંભાળવું. ખર્ચમાં વધારો થઈ શકે છે. કોઈને ઉધાર ન આપવું અને અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં સાવચેત રહેવું. કરિયર: કારોબાર માટે લોન ન લેવી અને નોકરીમાં ધ્યાનથી કામ કરવું. લવ: પ્રેમીથી અલગાવ અને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. લકી નંબર: 1-4-8 લકી કલર: કેસરી શું કરવું: દુર્ગાજીને ઘીનો દીવો કરવો.
    Click here to Read More
    Previous Article
    21 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મિથુન, કુંભ અને મકર રાશિના લોકો ઉપર થશે ધનવર્થા, વૃશ્ચિક જાતકોના જીવનમાં આવશે મોટો બદલાવ
    Next Article
    સોમવારનું રાશિફળ:વૃષભ અને મકર રાશિને મોટો લાભ મળશે, કન્યા અને કુંભ જાતકોએ લેવડ-દેવડમાં ખાસ કાળજી રાખવી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment