Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:મોરબીમાં પરવાના વગર ફેલ્સ્પારનો જથ્થો રાખનાર યુનિટને 21 ટકા પેનલ્ટી સાથે રૂ. 2.63 કરોડનો દંડ

    10 hours ago

    મોરબી પાસે આવેલા એ.જે.માઇક્રોન નામના યુનિટને પરવાના વગર ફેલ્સ્પારનો જથ્થો રાખવા બદલ કલેક્ટરના આદેશ બાદ ખાણ ખનીજ વિભાગે યુનિટને સીઝ કરી દીધું હતું અને કેટલો જથ્થો ત્યાં રાખવામાં આવ્યો હતો તેની ચકાસણી બે દિવસ ચાલી હતી, જેમાં સામે આવ્યું હતું કે યુનિટે બે વર્ષ પહેલાં પરવાનો પરત આપી દીધો હતો છતાં ફેલ્સ્પારનો જથ્થો રખાતો હતો, વેચાતો હતો. આથી ખાણ ખનીજ વિભાગે યુનિટના માલિકને 21 ટકા પેનલ્ટી સાથે 2.63 કરોડનો દંડ ફટકાર્યો છે. મોરબીમાં નેશનલ હાઈવે પર જિલ્લા કલેકટર ખરેએ ખનીજ ભરેલા ટ્રકને રોકી તેમના રોયલ્ટી પાસ અને અન્ય દસ્તાવેજ ચકાસણી કરતા તેમાં ફેલ્સ્પાર સોડા અને ફેલ્સ્પાર પોટાશનો જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રકે ધરમપુર નજીક આવેલા એ જે માઈક્રોન નામની ફેક્ટરીનું ઈ વે બીલ બતાવ્યું હતું, જે અંગેના કાગળ માંગવામાં આવતા પેઢી તે કાગળ આપવામાં નિષ્ફળ ગઈ હતી.આથી જથ્થો સીઝ કરીને બાદમાં તેની ગણતરી કરાતાં કુલ 77, 765 મેટ્રિક ટન ફેલ્સ્પાર હોવાનું ખુલ્યું હતું. જેની કિંમત રૂ. 2,17,74 360 થતી હતી. ખાણ ખનીજ અધિકારી દ્વારા આ જથ્થાનો ગેરકાયદે સંગ્રહ કરવા તેમજ પર્યાવરણીય નુકશાનીના વળતર પેટે 21 ટકા પેનલ્ટી સાથે કુલ રૂ. 2,63,46, 977નો દંડ એ જે માઈક્રોન પ્રાઈવેટ લીમીટેડને ફટકાર્યો હતો.2017ના નિયમ 22 મુજબ આ સમાધાનની રકમ ભરવા સહમત છે કે નહી તે અંગે ખુલાસા માટે 15 દિવસનો સમય એ જે માઈક્રોન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. કંપની આ જથ્થો રાજસ્થાનથી મંગાવી તેનું પ્રોસેસિંગ કરી તેનું ટ્રેડીંગ સિરામિક ફેકટરીમાં રો મટિરિયલ તરીકે કરતી હતી. કંપની પાસે સ્ટોક રજિસ્ટ્રેશન અંગેના દસ્તાવેજ માંગતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ પેઢીને 5 મે 2022 થી 10 વર્ષ માટે કલેકટરના હુકમથી સ્ટોક રજિસ્ટ્રેશન મળતા માઈકા અને ફેલ્સ્પાર ખનીજનું સ્ટોરેજ અને ટ્રેડીંગ શરુ કર્યું હતું. આ દરમિયાન ગત તા. 03/02/2024 માં તેમના દ્વારા સ્ટોક રજિસ્ટ્રેશન રદ કરવા અરજી કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરીએ 03 /07 /2024માં રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં કંપની આ વેચાણ કરી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ટોળાએ ઇંડા-પથ્થર-ચપ્પલ ફેંક્યા, શર્ટ ફાડ્યો:ચોર-ચોરના નારા લગાવ્યા; પુરૂષો સહિત મહિલાઓએ પણ મમતાના ભત્રીજા પર હુમલો કર્યો; PHOTOS
    Next Article
    સહિયારો પુરુષાર્થ:પુરુષોત્તમ ભગવાનની ભક્તિની સાથે 100થી વધુ ગોપીની સફાઈ ઝુંબેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment