Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 21 જૂન સુધી વરસાદની કોઈ આગાહી નહીં:ખેડૂતોએ 2,404 હેક્ટરમાં પિયતથી કપાસનું વાવેતર કર્યું

    15 hours ago

    ભરૂચ જિલ્લામાં હજુ સુધી ચોમાસાનો પ્રારંભ થયો નથી. વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ ન આવતા ખેડૂતો ચિંતિત છે. જોકે, હાલ પિયતના સહારે ખેતીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ભરૂચ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, આગામી 21 જૂન સુધી જિલ્લામાં નોંધપાત્ર વરસાદની કોઈ આગાહી નથી. આથી ખેડૂતોને હજુ પણ પિયત પર નિર્ભર રહેવું પડશે. જિલ્લામાં કપાસ મુખ્ય પાક છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ પિયતના આધારે અંદાજે 2,404 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર પૂર્ણ કર્યું છે. આગામી દિવસોમાં વરસાદ શરૂ થતાં વાવેતરની ગતિમાં વધારો થવાની સંભાવના છે. વરસાદના અભાવ છતાં, જિલ્લાના જળાશયો અને પાણીના સ્ત્રોતોની સ્થિતિ પર હાલ કોઈ ખાસ અસર થઈ નથી. અગાઉના જળસંગ્રહને કારણે પાણીની ઉપલબ્ધતા યથાવત છે, જેથી ખેડૂતો પિયત દ્વારા ખેતી ચાલુ રાખી શક્યા છે. ચોમાસાની શરૂઆતમાં વિલંબ થતાં ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    યુક્રેને રશિયા પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો:1000થી વધુ ડ્રોન અને ક્રુઝ મિસાઇલો ઝીંકી; વિસ્ફોટમાં ઓઇલ ડેપો નષ્ટ, એકનું મોત
    Next Article
    ગૌ તસ્કરી કરતી ભૂપલી ગેંગના 6 સાગરીતો પર ગુજસીટોક:વડોદરા સ્પેશિયલ કોર્ટે પકડાયેલા બે આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment