Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોટેચા પરિવાર દ્વારા 21મા વર્ષે મહાપ્રસાદી અને બાળા પૂજન:જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પરિવારે સતત 21મા વર્ષે 242 ગરબીની 21,000થી વધુ બાળાઓ માટે ભવ્ય મહાપ્રસાદ અને પૂજનનું કર્યું આયોજન.

    11 hours ago

    ​જૂનાગઢમાં નવરાત્રી અને દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી બાદ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને તેમના પરિવાર દ્વારા સતત 21મા વર્ષે પ્રાચીન ગરબીની બાળાઓ માટે ભવ્ય મહાપ્રસાદ અને પૂજનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારની મળી કુલ 242 જેટલી ગરબીની 21,000થી વધુ બાળાઓએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ​નવરાત્રીના નવ નોરતા અને દશેરાની ઉજવણી પૂર્ણ થયા બાદ જૂનાગઢના કોટેચા પરિવાર દ્વારા છેલ્લા બે દાયકાથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ 21મા વર્ષે કુંવારીકાઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરની 200 અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની 42 ગરબી મળીને કુલ 242 ગરબી મંડળોની અંદાજે 21થી 22 હજાર જેટલી બાળાઓને આમંત્રિત કરવામાં આવી હતી. ​આ તમામ દીકરીઓને તેમના ઘરેથી સુરક્ષિત રીતે લાવવા અને પરત મૂકવા માટે ખાસ 50થી 55 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે પહોંચતા જ કોટેચા પરિવારની મહિલાઓ દ્વારા દરેક બાળાને કુમકુમ તિલક કરી, પગે લાગીને આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ બાળાઓને ભાવતા ભોજનનો પ્રસાદ જમાડીને દરેકને લ્હાણી સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષના આયોજનમાં આજદિન સુધી એક પણ દીકરી ભૂલી ન પડી હોવાનો સંતોષ વ્યક્ત કરી ગિરીશભાઈ કોટેચાએ વિશ્વાસ મૂકવા બદલ તમામ બાળાઓના માતા-પિતાને વંદન કર્યા હતા. ​આ ભવ્ય આયોજન વિશે વાત કરતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ પૂરા થયા અને દશેરાની પણ બધાએ ખૂબ મજા કરી તથા સરસ મજાની જલેબી, ગાંઠિયા અને ફાફડા ખાધા છે. અમારો આ 21મો વર્ષ છે અને છેલ્લા 20 વર્ષથી જૂનાગઢની 200 ગરબી અને ગામડાની 42 ગરબી મળીને ટોટલ લગભગ 21 થી 22 હજાર છોકરીઓ થાય છે અને અહીં પ્રસાદ લેવા આવે તે અમારે કોટેચા પરિવાર માટે સૌભાગ્યની વાત છે. નોરતા પછી દીકરીઓને સુરક્ષિત લાવવા અને મોકલવાની વ્યવસ્થા માટે અમે ટોટલ 50 થી 55 બસ રાખીએ છીએ અને આજદિન સુધી એક પણ દીકરી ભૂલી નથી પડી, જે બદલ હું સૌપ્રથમ તેમના માં-બાપને ખૂબ ખૂબ નમન કરું છું. કાર્યક્રમમાં આવે ત્યારે અમારા ઘરના મહિલાઓ દ્વારા તેમને ચાંદલો કરવામાં આવે છે, પગે લાગવામાં આવે છે, સરસ મજાનો પ્રસાદ આપીને ભેટ રૂપે એક-એક સરસ ગિફ્ટ આપવામાં આવે છે. ​પરમ કૃપાળુ પરમાત્માને, રાજેશ્વર શામજીને અને જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ કે અમને આવા સેવાકાર્યો કરવાની સતત શક્તિ આપે. અમારું કોટેચા પરિવાર આખો અહીં હાજર હોય છે અને જેટલી પણ દીકરીઓ આવે છે તેમજ તેમના માતા-પિતાને પણ હું નમન કરું છું, કારણ કે આશરે 21,000 થી 22,000 જેટલી દીકરીઓ અહીં પ્રસાદ લેવા માટે ઉપસ્થિત રહે છે.
    Click here to Read More
    Previous Article
    કોટંબી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચમાં દર્શકો કરતાં પોલીસ વધુ:ભારત- ઝિમ્બાબ્વે પ્રથમ મહિલા વન-ડે મેચમાં ભારતની 9 વિકેટે શાનદાર જીત; પાંખી હાજરીની વડોદરા ક્રિક્રેટવર્તુળમાં ચર્ચા
    Next Article
    ચિલોડા પોલીસની કાર્યવાહી:ગાંધીનગરના ચંદ્રાલા નાકાપોઇન્ટથી બસમાંથી 20 વર્ષીય યુવક પિસ્તોલ-કારતૂસ સાથે ઝડપાયો, 30 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment